બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ફ્રેન્ડશિપ ડે
Written By વેબ દુનિયા|

ફ્રેંડશીપ ડેનું અર્થતંત્ર

ગજેન્દ્ર પરમાર
W.D

આમતો આપણે દરેક બાબતોને પૈસાની સાથે સરખામણી કરીએ છીએ. પરંતુ જ્યા પ્રેમની વાત આવે ત્યા પૈસા પત્થર બની જતા હોય છે. બે મિત્રો વચ્ચેના પ્રેમનું પણ કઈ આવું જ છે. મિત્ર સામે હોય એટલે પૈસા સામે ન જોવાય. એટલે તે તેના માટે મોઘામાં મોઘી ગીફ્ટ, ચોકલેટ, બેલ્ટ વગેરે લઈ આવે, અને મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા જવાનું તો પાકુ જ હોય જ કેમ.?

આપણે ભોગવેલી આ વસ્તુઓનું ઉત્પાદન સ્પેશિયલ ફ્રેંડશીપ ડે માટે મહિનાઓ પહેલા થતું હોય છે. મહિનાઓ પહેલા આ બધી વસ્તુઓથી માર્કેટ ઉભરાઈ જતુ હોય છે. અને માર્કેટરો મો માંગી કિંમત આપણી પાસે પડાવતા હોય છે. સાથે સાથે અનેક લોભામણી ઓફરો આવી જતી હોય છે. એસએમએસ ફ્રી સર્વીસ,રેડિયો પર ફોન કરો અને કપલ ટીકીટ જીતવાનો મોકો વગેરે વગેરે..

ખર્ચ ગમેતેટલો થાય થાય પરંતુ કોઈ પ્રેમી, કોઈ મિત્ર, પાછુ વળીને જોતો નથી. કારણ કે મિત્રતાના દિવસ કરતા મિત્રનુ મહત્વ વધારે હોય છે. એટલે જ તો મિત્રોને આર્થિક બાબત નડતી નથી હોતી. ફ્રેંડશીપમાં પૈસા પાર્ટીનું મહત્વ હોતુ નથી. અને હોવુ પણ ન જોઈએ. ન ગીફ્ટ, ન ફ્રેંડશીપ બેલ્ટ, ન મૂવી ન બીજા કોઈ પણ વૈતરા છતાં બધા મિત્રો ભેગા મળી કોલેજની લાઈબ્રેરીના પગથીયે કે કેન્ટીનની બહાર બેસીને એકબીજા સાથે વીતાવેલા દિવસોને વાગોળવાથી કે ભવિષ્યમાં વાગોળી શકાય એવા દિવસો ઘડવાથી પણ ફ્રેંડશીપ ડેની ભવ્ય ઉજવણી કરી શકાય. તમારૂ શું માનવું છે મિત્રો.?