મિત્રોની વ્યાખ્યા તમે શું કરો છો?
આપણે એક ગુજરાતીમાં મિત્રતા માટે ખુબ જ પ્રખ્યાત કહેવત છે કે - મિત્ર એવો શોધવો કે ઢાલ સરીખો હોય. સુખમાં પાછળ પડી રહે દુખમાં આગળ હોય. મિત્રનો અર્થ શું થાય જાણો છો તમે? મિત્ર એટલે- -
જેમાં તમે તમારુ પોતાનું પ્રતિબીંબ જોઇ શકો. મિત્રએ તમારો અરીસો છે. -
એક સારો મિત્ર જો તમારી જોડે હશે તો તમારે હજારો સંબંધીઓની પણ જરૂર નથી. -
કોઇ પણ માણસ નકામો નથી જો એ કોઇનો સારો મિત્ર હોય તો.-
મિત્રો એટલે બે શરીર અને એક આત્મા.-
અજવાળામાં એકલા ચાલવા કરતાં અંધારામાં મિત્ર સાથે ચાલવું વધું સારુ. -
કઈ પણ બોલ્યા વિના આપણી આંખો જોઇને આપણું દુખ સમજી જાય તે મિત્ર.-
સાત સમુદ્ર પાર હોય છતાં પણ આપણા દુખને અનુભવી શકે તે મિત્ર. -
આપણી સફળતા જોઇને આપણા કરતાં પણ વધું ખુશ થાય તે મિત્ર.
-
મિત્ર એક ગુલાબ એક ગુલાબ છે તે તમારા જીવનને તેની સુગંધથી ભરી દે છે. -
અંધારામાં એક આશાનું કિરણ એટલે મિત્ર. -
મુશળધાર વરસાદમાં પણ તમારા આંસુને ઓળખી લે તે મિત્ર.-
કોઇ પણ ઇચ્છાને કહ્યા વિના પુરી કરી દે તે મિત્ર. -
તમારી આંખમાંથી પડતાં આંસુ ઝીલી લે તે મિત્ર.-
તમારા આંખમાંથી કદી પણ આંસુનું એક ટીપું પણ પડવા ન દે તે મિત્ર.-
દુખમાં પણ હંમેશા તમારી આગળ ચાલે તે મિત્ર. -
મિત્ર એટલે જેની પર તમે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકો. -
પ્રેમ આંધળો હોય છે પરંતુ મિત્રતાને તો આંખો હોય છે.