બુધવાર, 29 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. ગાંધી જયંતિ વિશેષ
Written By
Last Modified: મંગળવાર, 24 સપ્ટેમ્બર 2019 (10:56 IST)

Mahatma Gandhi વિશે 10 વાતો ...તમારે જરૂર જાણવી જોઈએ

બાળપણથી આપણે શાળાના પુસ્તકોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma gandhi)વિશે વાંચતા આવી રહ્યા છીએ  તેથી તેમના વિશે સામાન્ય માહિતી દરેક કોઈ જાણે છે. પણ ગાંધીજી સાથે જોડાયેલ એવી અનેક વાતો છે જે દરેક કોઈ જાણતુ નથી  પણ તેને જાણવી પણ જરૂરી છે.  આવો જાણો ગાંધીજી વિશે 10 રોચક વાતો.. 
 
1. આ તો બધા જ  જાણે છે કે ગાંધીજીનુ લગ્ન માત્ર  13 વર્ષની વયમાં થયુ હતુ. પણ કદાચ તમે એ નહી જાણતા હશો કે ગાંધીજીના લગ્ન તેમનાથી એક વર્ષ મોટા કસ્તૂરબા ગાંધી સાથે થયા હતા અને લગ્નની પ્રથાઓ પૂર્ણ કરવામાં તેમને પુરૂ એક વર્ષ લાગ્યુ અને આ કારણથી તેઓ એક વર્ષ સુધી શાળામાં જઈ શક્યા નહોતા.
 
2. તેમણે સદૈવ અહિંસાનુ મહત્વ આપ્યુ પણ તેની શરૂઆત કેવી રીતે થઈ એ ખૂબ જ ઓછા લોકો જાણે છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન 1899ના એંગ્લો બોએર યુદ્ધમાં સ્વાસ્થ્યકર્મીના રૂપમાં મદદ કરી હતી. ત્યા  તેમને જ્યારે યુદ્ધનો વિનાશ જોયો હતો ત્યારથી જ તેઓ અહિંસાના રસ્તે ચાલી પડ્યા હતા. 
 
3. અહિંસાની વાત નીકળી છે તો તમને જણાવી  દઈએ કે શાંતિનુ નોબેલ પુરસ્કાર ગાંધીજીને અત્યાર સુધી તો મળ્યુ નથી. જો કે તેમને આ માટે અત્યાર સુધી 5 વાર નોમિનેટ જરૂર કરવામાં આવ્યા છે. 
 
4. મહાત્મા ગાંધીએ જે દેશથી ભારતને આઝાદી અપાવવા માટે લડાઈ લડી.. એ દેશ દ્વારા જ તેમના સન્માનમાં ટપાલ ટિકિટ રજુ કરી. જી હા અમે વાત કરી રહ્યા છે બ્રિટેનની. બ્રિટેન એ તેમના નિધનના 21 વર્ષ પછી તેમના નામથી ટપાલ ટિકિટ રજુ કરી. 
 
5. ગાંધીએ સાઉથ આફ્રિકાના ડર્બન, પ્રિટોરિયા અને જોહાંસબર્ગમાં કુલ ત્રણ ફુટબૉલ ક્લબ સ્થાપિત કરવામાં મદદ કરી હતી. 
 
6. ભારતમાં નાના રસ્તાને જો છોડી દેવામાં આવે તો દેશમાં કુલ 53 મોટા રસ્તા મહાત્મા ગાંધીના નામ પર છે. ફક્ત દેશ જ નહી પણ વિદેશમાં પણ કુલ 48 રસ્તાઓના નામ મહાત્મા ગાંધીના નામ પર છે. 
 
7. ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલ જે  સિવિલ રાઈટ્સ આંદોલન હતુ. તે કુલ 4 મહાદ્વીપો ઉપરાંત કુલ 12 દેશો સુધી પહોંચ્યુ હતુ.
 
8. દિલ્હીના "5  તીસ જનવરી માર્ગ " પર મહાત્મા ગાંધીએ પોતાના જીવનના અંતિમ 144 દિવસ વિતાવ્યા હતા અને આ જ સ્થાન પર 30 જાન્યુઆરી 1948ના રોજ  તેમની હત્યા કરવામાં આવી.  ટ્રાફિકના થોડાક શોરગુલ વચ્ચે આજે પણ અહીની શાંતિ ભંગ થઈ નથી. 
 
9. મહાત્મા ગાંધીની જ્યારે હત્યા થઈ તો તેમની અંતિમ યાત્રામાં કેટલા લોકો  જોડાયા  તેનો અંદાજ એ વાત પરથી જ  લગાવી શકાય છે કે તેમની અંતિમ યાત્રા 8 કિલોમીટર લાંબી હતી. 
 
10. સફેદ ધોતી પહેરેલ ગાંધીજી પર ત્રણ વાર ગોળીઓ મારવામાં આવી હતી પણ આસપાસના લોકોને એ સમયે પણ જાણ ન થઈ. તેમને ગોળી વાગવાની વાત ત્યારે જાણ થઈ જ્યારે તેમની સફેદ ધોતી પર લોહીના ધબ્બા દેખાવવા લાગ્યા.