ગણેશ જન્મની વિભિન્ન કથાઓ :- ગણેશનું અનોખું પ્રતીકાત્મક સ્વરૃપ જ દિવ્ય સંદેશ આપનારું છે

वक्रतुण्ड् महाकाय सूर्यकोटि समप्रभ : |

निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा ||

અર્થાત્: (જેની સૂંઢ વક્ર છે, જેનું શરીર મહાકાય છે, જે કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે તેવું સઘળું શુભ પ્રદાન કરનાર ગણપતિ સદૈવ મારાં વિઘ્ન હરે.)


શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે તેવા વિઘ્નહર્તા મંગલમૂર્તિના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા માસની ચતુર્થીના દિવસથી અનંત ચૌદસ સુધી એટલે કે દસ દિવસ સુધી મનાવવામાં આવે છે. સાથે રાષ્ટ્ર એકતાનો મહાન ઉદ્દેશ્ય પણ જોડાયેલો હોવાથી મહારાષ્ટ્ર્માં રાષ્ટ્રીય પર્વ જેટલું જ મહાત્મ્ય ગણેશ ચતુર્થીનું છે. તેથી રાષ્ટ્રનાયક તરીકે પણ તેની આરાધના કરવામાં આવે છે. ગજાનનના આવિર્ભાવને સંદર્ભે અનેક કથાઓ પણ પ્રચલિત છે. ગણેશનું અનોખું પ્રતીકાત્મક સ્વરૃપ જ દિવ્ય સંદેશ આપનારું છે. ગણેશના આવિર્ભાવની ઘડીને બહુ હર્ષોલ્લાસ અને શ્રદ્ધા સાથે મનાવવામાં આવે છે.

ગણેશ ચતુર્થીનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત,તમિલ ભાષા,તેલુગુ ભાષા અને કન્નડ ભાષામાં ‘વિનાયક ચતુર્થી’ કે ‘વિનાયક ચવિથી’, કોંકણી ભાષામાં ‘વિનાયક ચવથ’ અને નેપાળીમાં ‘વિનાયક ચથા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.ગુજરાતિ ભાષામા ‘ગણેશ ચોથ’ કહેવાય છે.આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીનાં દિવસે પૂર્ણ થાય છે.

ગણેશ પૂજાનું મહત્વ :-

આપણે કોઈ પણ મંગલકાર્યની શરૂઆત વિનાયકને યાદ કરીને કરીએ છીએ. શ્રદ્ધા અને ભક્તિભાવથી તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે.

પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે. ભલે તે કોઈ કાર્યની સફળતાને માટે કે પછી ભલે કોઈ કામનાપૂર્તિ સ્ત્રી, પુત્ર, પૌત્ર, ઘન, સમૃધ્ધિને માટે કે પછી અચાનક જ કોઈ સંકટમાં પડેલ દુ:ખોના નિવારણ માટે હોય. અર્થાત જ્યારે ક્યારેક કોઈ વ્યક્તિને કોઈ અનિષ્ટની આશંકા હોય કે પછી તેને વિવિધ શારીરિક કે આર્થિક કષ્ટ ઉઠાવવા પડી રહ્યા હોય તો તેણે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કોઈ યોગ્ય અને વિદ્વાન બ્રાહ્મણના મદદથી શ્રીગણપતિ પ્રભુ અને શિવ પરિવારનુ વ્રત, આરાધના અને પૂજન કરવુ જોઈએ. કોઈપણ શુભ પ્રસંગ પછી તે લગ્નીનો પ્રસંગ હોય કે કુંભ મૂકવાનો કે શિલારોપણનો લક્ષ્મી પૂજન હોય કે મંદિરમાં ભગવાનની પ્રાણ-પ્રતિષ્ઠાુ કરવાની હોય, ગણપતિનું પૂજન સૌ પ્રથમ કરવામાં આવે છે.

“देवा हो देवा गणपति देवा मंगलम ग़नेशम
विघ्न विनाशक जन सुख दायक मंगलम गणेशंम
देवा हो देवा गणपति देवा मंगलम गणेशं
तू ही आदि तू ही हैं अंत
देवा महिमा तेरी हैं अनंत
देवा हो देवा गणपति देवा मंगलम गणेशं”


આ પણ વાંચો :