શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By

શ્રી ગણેશને દૂર્વા ચઢાવવાનું મહત્વ અને વિધિ અને મંત્ર

શુ આપ જાણો છો કે ગણેશજીને દુર્વો કેમ ચઢાવવામાં આવે છે ?

દરેક કાર્યની સફળતા માટે આપણે ગણેશજીની પૂજા કરીએ છીએ, ઈશ્વર પાસે આપણે સફળતા મેળવવા માટે જ્ઞાન અને વાક્ચાતુર્યની કામના કરીએ છીએ. આપણે ગણપતિ પાસે જ્યારે પણ પ્રાર્થના કરવા જઈએ તો તેમની પ્રિય વસ્તુ મોદક, લાડુ અને દુર્વો લઈ જઈએ છીએ.

આપણે ભગવાન શ્રી ગણેશને દૂર્વો એટલા માટે ચઢાવીએ છીએ કે દૂર્વો મંગળકારી, પાપનાશક અને સુખ-સમૃદ્ધિ આપનાર છે. દૂર્વાને ગમે તે રીતે નથી ચઢાવવામાં આવતો. તેન ચઢાવવાની પણ એક વિધિ હોય છે જેમ આપણે ગણપતિને પ્રસાદના રૂપમાં 21 લાડુ કે મોદકનો ભોગ લગાવીએ છીએ એ જ રીતે દૂર્વાને પણ 21ની સંખ્યામાં ચઢાવવામાં આવે છે.

દૂર્વો ચઢાવતી વખતે નીચે મુજબના મંત્ર બોલતા જાવ અને બે બે દૂર્વો ચઢાવતાં જાવ.. છેવટે દરેક મંત્ર બોલીને શેષ દૂર્વો ચઢાવી દો.

ૐ ગણાધિપાય નમ :
ૐ ઉમાપુત્રાય નમ :
ૐ વિધ્નાશાય નમ:
ૐ વિનાયકાય નમ:
ૐ ઈશાપુત્રાય નમ:
ૐ સર્વસિદ્ધિપ્રદાય નમ:
ૐ એકદન્તાય નમ:
ૐ ઈભવક્ત્રાય નમ:
ૐ મૂષકવાહનાય નમ:
ૐ કુમારગુરવે નમ:

આ રીતે મંત્ર વિધિપૂર્વક શ્રી ગણેશને દૂર્વો ચઢાવવાથી મનની ઈચ્છા પૂરી થાય છે, ઘરમાં ક્લેશ અશાંતિ રહેતા નહી.