બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By

રાશિ અનુસાર આ રંગના ગણપતિની કરો સ્થાપના, ઘરમાં આવશે ખુશીઓ

મિત્રો આજે અમે આપને બતાવી રહ્યા છે કે રાશિ મુજબ કયા રંગના ગણેશજી ઘરે બેસાડવાથી ઘરમાં ખુશીઓનુ આગમન થાય છે.  ઘરના ગૃહસ્વામીની રાશિ મુજબના ગણેશજી ઘરમાં બેસાડવા જોઈએ.  આ વર્ષે ગણેશ ચતુર્થી 2 સપ્ટેમ્બરના રોજ ઉજવાશે.  તો આવો જાણીએ ગણેશ ચતુર્થી પર રાશિ મુજબ કયા રંગના ગણપતિની સ્થાપના કરવી જોઈએ 
 
 

મેષ રાશિ - મંગળ ગ્રહને મેષ રાશિનો સ્વામી માનવામાં આવે છે અને આ ગ્રહ લાલ રંગનુ પ્રતિનિધિત્વ કરે છે. મેષ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે લાલ રંગના ગણેશની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. આવુ કરવાથી નોકરીમાં આવી રહેલ અવરોધ દૂર થાય છે 
 
વૃષભ રાશિ - આ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ હોય છે. તેથી વૃષભ રાશિના લોકો ગણેશ ચતુર્થીના દિવસે આસમાની રંગના ગણપતિની સ્થાપના કરવી જોઈએ. જેનાથી વ્યક્ત્ને પોતાના જીવનમાં બધી સુખ સુવિદ્યાઓ મળે છે. 
 
મિથુન રાશિ - મિથુન રાશિના જાતકોનો સ્વામી બુધ ગ્રહ છે. આ રાશિના લોકોએ આછા લીલા રંગના ગણપતિની સ્થાપના કરવી જોઈએ.  આવુ કરવાથી બળ બુદ્ધિની પ્રાપ્તિ થાય છે 
 
કર્ક રાશિ - આ રાશિના જાતકોનો સ્વામી ચદ્ર છે. તેથી કર્ક રાશિના જાતકોએ સફેદ રંગના ગણપતિની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ.  તેનાથી જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. 
 
સિંહ રાશિ - સિંહ રાશિનો સ્વામી સૂર્ય હોય છે.  ગણેશ ચતુર્થીના દિવસે સિંહ રાશિના જાતકોએ સિંદુરી રંગના ગણેશની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ.  આવુ કરવાથી ઈજ્જત અને સન્માન મળે છે. 
 
કન્યા રાશિ - આ રાશિના જાતકોનો સ્વામી બુધ છે.  તેથી કન્યા રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ઘટ્ટ લીલા રંગના ગણપ્તિની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. તેનાથી વેપારમાં વધુ નફો થાય છે 
 
તુલા રાસિ - તુલા રાશિના જાતકોનો સ્વામી શુક્ર ગ્રહ છે.  તેથી આ રાશિના લોકોએ સફેદ રંગના ગણપતિની સ્થાપના કરવી જોઈએ.  આવુ કરવાથી લગ્નજીવન ખુશીઓથી ભરાય જાય છે 
 
વૃશ્ચિક રાશિ -  આ રાશોનો સ્વામી મંગળ ગ્રહને માનવામાં આવે છે. ગણેશ ચતુર્થી પર ઘટ્ટ લાલ રંગની ગણેશ પ્રતિમા સ્થાપિત કરવાથી વૃશ્ચિક રાશિના જાતકોના જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે 
 
ઘનુ રાશિ - આ રાશિનો સ્વામી ગુરૂ ગ્રહ હોય છે. પીળો રંગ બૃહસ્પતિ દેવ સાથે જોડાયેલો છે. ધનુ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે પીળા રંગના ગણપતિની સ્થાપના કરવી જોઈએ.  આવુ કરવાથી ગણેશ અને બૃહસ્પતિ ભગવાનનો આશીર્વાદ એક સાથે પ્રાપ્ત થાય છે. 
 
મકર રાશિ - આ રાશિનો સ્વામી શનિ ગ્રહને માનવામાં આવે છે. મકર રાશિના જાતકોએ આછા ભૂરા રંગના ગણપતિને સ્થાપિત કરવા જોઈએ. આવુ કરવાથી શનિના પ્રકોપથી છુટકારો મળે છે. 
 
કુંભ રાશિ - કુંભ રાશિના જાતકોનો સ્વામી શનિદેવને માનવામાં આવે છે. આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થી પર ડાર્ક  ભૂરા રંગના ગણેશની સ્થાપના કરવી જોઈએ. આવુ કરવાથી જીવન કષ્ટોથી મુક્ત થઈ જાય છે. 
 
મીન રાશિ - આ રાશિનો સ્વામી બૃહસ્પતિ છે. તેથી મીન રાશિના  જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ડાર્ક પીળા રંગના ગણપતિની સ્થાપના કરવી જોઈએ. તેનાથી ગણેશ અને રિદ્ધિ સિદ્ધિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે