બુધવાર, 16 ઑક્ટોબર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (12:01 IST)

Kevda trij 2023 - કેવડા ત્રીજ 2023 માં ક્યારે છે

kevda teej
Kevda trij 2023 - કેવડા ત્રીજ 2023માં તારીખ 18 સપ્ટેમ્બર છે. સ્ત્રીઓના તહેવારોમાં કેવડાત્રીજનુ વ્રત મુખ્ય છે.

ભાદરવા સુદ ત્રીજનો દિવસ કેવડા ત્રીજ (Kevda Trij) તરીકે ઓળખાય છે. આ એ દિવસ છે કે જ્યારે સૌભાગ્યવંતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને ગૌરી શંકરની આરાધના કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરતી હોય છે. જ્યારે કુંવારિકાઓ પણ મનગમતો વરની પ્રાપ્તિ માટે કેવડા ત્રીજનું વ્રત કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે.

18મી સપ્ટેમ્બરના રોજ સવારે 6 થી રાત્રીના 8.24 સુધીનો સમય શિવ અને પાર્વતીની પૂજા માટે યોગ્ય છે પરંતુ પ્રદોષ કાળ દરમિયાન સાંજે પૂજા કરવી ખૂબ જ શુભ છે
શુભ મુહુર્ત - 06:07:10 to 08:34:22
સમયગાળો :2 કલાક 27 મિનિટ
 
દેશમાં લગભગ બધી જ જગ્યાએ આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે શંકર અને પાર્વતીની શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે. સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે અને સાંજે વિધિપૂર્વક શિવ-પાર્વતીની પૂજા આરતી અને કેવડાત્રીજના વ્રતની કથા સાંભળે છે. 

Edited By_ Monica sahu