શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (13:13 IST)

Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થી પર બાપ્પાની આ રંગની મૂર્તિની કરવી સ્થાપના, દરેક ઈચ્છ થશે પૂરી

Ganesh Murti Vastu Rule: દેશભરમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાય છે. આ વર્ષે  19 સપ્ટેમ્બર એટલે કે મંગળવારે  ગણપતિ આપણા  ઘરમાં પધારશે. આ દિવસે ગણપતિજી પૂરા વિધિ-વિધાનની સાથે તેમની પૂજા કરાશે. ગણપતિની ઘરમાં સ્થાપના કરવાથી પહેલા કેટલીક વાતોનો ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. વાસ્તુ શાસ્રમાં ગણેશ સ્થાપના અને પૂજાના કેટલાક નિયમ જણાવ્યા છે. આ નિયમોના પાલન કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જશે. 
 
વાસ્તુમાં જણાવ્યા છે ગણેશ સ્થાપનાના નિયમ 
શાસ્ત્રો મુજુઅબ ઘરમાં ગણેશ સ્થાપનાને લઈને ઘણા નિયમ જણાવ્યા છે. તેમાં તેની મૂર્તિના સ્વરૂપથી લઈને તેની ડિઝાઈન, રંગ, સૂંઢનો  આકાર અને દિશાના વિશે જણાવ્યુ છે. ગણેશ પૂજામાં આ વાતોનો ધ્યાન રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિના અને ધન-વૈભવની કમી થતી નથી. 
 
ધન પ્રાપ્તિ માટે ગુલાબી રંગના ગણેશજીની પૂજા કરવી 
ઉલ્લેખનીય છે કે ગણેશ ભગવાન પ્રથમ પૂજ્ય ગણાય છે. કોઈ પણ પૂજા પાઠમાં સૌથી પહેલા તેમની આરાધના થાય છે. તે સિવાય ધન પ્રાપ્તિ માટે પણ ગણેશજીની પૂજા કરાય છે. તેથી આર્થિક વૈભવની પ્રાપ્તિ માટે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાય છે. તેના માટે તમે ઘરમાં ગુલાબી રંગના ગણેશજી લાવી શકો છો. 
 
સફેદ ગણેશજી હોય છે ખૂબ પવિત્ર 
જો તમે ઘરમાં સુખ- સમૃદ્ધિ અને શાંતિ ઈચ્છો છો તો તમારે ઘરમાં સફેદ રંગના ગણેશજીની સ્થાપના કરવી જોઈએ. વાસ્તુ મુજબ, સફેદ રંગના ગણપતિ ખૂબ પવિત્ર ગણાય છે. તેથી ઘરમાં સફેદ રંગના ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવાથી શાંતિ બની રહે છે. 
 
સંકટ હર્તા ગણપતિ 
તે સિવાય ગણેશજીની પૂજા કરવાથી જૂના અટકેલા કામ પણ પૂર્ણ થઈ જાય છે. જો તમારુ  કોઈ કામ અટકી ગયુ  છે કે કોઈ બીજી પરેશાની છે તો ઘરમાં સિંદૂરી રંગના ગણેશની સ્થાપના કરવી જોઈએ. ઘરમાં સિંદૂરી રંગના ગણેશજીની દરરોજ પૂજા કરવાથી તમારા ઘણા બધા સંકટ દૂર થઈ જશે.