અમરસિંહ અને જયાપ્રદા અજીતસિંહ સાથે

લખનૌ :| વેબ દુનિયા| Last Modified સોમવાર, 10 માર્ચ 2014 (14:04 IST)

P.R
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવની સાથે સારા સંબંધ ધરાવતા અમરસિંહ અને જયા પ્રદા આજે રાષ્ટ્રીય લોકદળમાં સામેલ થઈ ગયા છે. આ બન્ને નેતાઓએ આરએલડીમાં સામેલ થવાથી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પાર્ટીના મજબૂત થવાની આશા છે.

અજીત સિંહે સોમવારે સત્તાવાર રૂપે એલાન કર્યું છે કે જયા બિઝનૌર અને અમર ફતેહરપુર સીકરીથી આરએલડીના ટિકિટ પર ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે મુલાયમથી અલગ થવા પછીથી અમરે લોકમંચ નામની એક નવી પાર્ટીનું જોડાણ કર્યું હતું, પરંતુ ઉત્તર પ્રદેશમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન સારું રહ્યું નહોતું.


આ પણ વાંચો :