આપ પાર્ટીએ ૪૫ લાખ રૂપિયાનાં પાંચ લાખ નંગ ઝાડુ (સાવરણા) ખરીદ્યાં

ઝાડુ બનાવતા રિયલ આમ આદમીને બખ્‍ખાં

વેબ દુનિયા| Last Modified મંગળવાર, 18 માર્ચ 2014 (12:59 IST)

P.R
આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તા મેળવીને આમ આદમીઓનું ભલું કરશે ત્‍યારની વાત ત્‍યારે, પણ અત્‍યારે અમદાવાદમાં આપ પાર્ટીએ ૪૫ લાખ રૂપિયાનાં પાંચ લાખ નંગ ઝાડુ (સાવરણા) ખરીદ્યાં છે જેના કારણે ઝાડુ બનાવતા રિયલ આમ આદમીને બખ્‍ખાં થઈ ગયાં છે અને તેને આર્થિક રીતે મદદ થઈ રહી છે. આપનું ચૂંટણીપ્રતીક ઝાડુ છે.

લોકસભાની ચૂંટણી આવી છે ત્‍યારે ગુજરાતની ૨૬ બેઠકો પરથી આપ એના ઉમેદવારો ઊભા રાખવાની છે. ચૂંટણીપ્રચાર માટે પક્ષના પ્રતીકની જરૂર પડે એટલે અત્‍યારથી જ અમદાવાદમાં આપનાં પાંચ લાખ ઝાડુ (સાવરણા) ખરીદી લીધાં છે. અમદાવાદ સ્‍થિત પાર્ટીના કાર્યાલયમાં ઝાડુના ગંજ ખડકાયા છે અને લોકસભાની ચૂંટણીમાં ઝાડુનો ભરપૂર ઉપયોગ થશે.

ગુજરાતના આપ પાર્ટીના સંયોજક કહ્યું હતું કે ‘અમે આ ઝાડુ બલ્‍કમાં ખરીદ્યાં છે. એ સામાન્‍ય કારીગરોએ બનાવ્‍યાં છે. એક ઝાડુ અમને નવ રૂપિયામાં પડ્‍યું છે. આ ખરીદી અમદાવાદમાંથી કરી છે, પરંતુ આ અમારી શરૂઆત છે. પાર્ટી દ્વારા ગુજરાતના અન્‍ય જિલ્લાઓમાં પણ ઝાડુ ખરીદવામાં આવશે જેથી ઝાડુ બનાવતા કારીગરોને હેલ્‍પ થશે અને કેટલાય કારીગરોની ફેમિલીઓને મદદ મળી રહેશે. ઝાડુ પક્ષના પ્રચારમાં કામ આવશે તેમ જ જેના હાથમાં આ ઝાડુ જશે તે ઝાડુનો ઉપયોગ કરી શકશે.'


આ પણ વાંચો :