આમ આદમી પાર્ટી ધ્વારા ૨ લોકસભા અને ૨ વિધાનસભા બેઠકો ઉપર ઉમેદવારો બદલવામાં આવ્યા

વેબ દુનિયા| Last Modified બુધવાર, 9 એપ્રિલ 2014 (11:52 IST)

P.R
આમ આદમી પાર્ટી ગુજરાતની બધીજ લોકસભા બેઠકો પરથી લોકસભા ચૂંટણીઓ લડી રહી છે. ગુજરાતની ૨૬ બેઠકો પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો જાહેર થઇ ગયા છે, જેમાંથી અને ૨ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવાર બદલવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીની રાજકોટ લોકસભા બેઠક ઉપર યુવા મહિલા ઉમેદવાર પીનાલબહેન સાવલિયા ને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઇ હોવાથી તેઓ ચૂંટણી લડવા અસમર્થ હોઈ નવા ઉમેદવાર તરીકે સામાજિક કાર્યકર અંકુર ધામેલીયા ને ઉમેદવાર જાહેર કર્યા છે. ઉપરાંત, આમ આદમી પાર્ટીની અબડાસા વિધાનસભા બેઠકના ઉમેદવાર સુરાજસિંહ સોઢા, વિસાવદર વિધાનસભાના ઉમેદવાર ધીરુભાઈ ભાખર અને બારડોલી લોકસભા બેઠક ના ઉમેદવાર ઠાકોરભાઈ ગામીએ અંગત કારણોસર પોતાની ઉમેદવારી રદ કરવા અરજ કરી હતી. આમ આદમી પાર્ટીએ બારડોલી લોકસભા બેઠક ઉપર નવા ઉમેદવાર તરીકે ચંદુભાઈ ચોધરી અને અબડાસા વિધાનસભા બેઠક ઉપર રોહિતભાઈ ગોર અને વિસાવદર વિધાનસભા પર કનકરાય કાનાણી ને મેદાને ઉતાર્યા છે.


આ પણ વાંચો :