કાશીમાં કેજરીવાલનો મોદી સમર્થકો દ્વારા જોરદાર વિરોધ

kejriwal
વારાણસી| Last Modified શુક્રવાર, 18 એપ્રિલ 2014 (10:53 IST)

. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સવારે વારાણસીના કંપની બાગ વિસ્તારમાં સમર્થકોની સાથે વોક કરવા નીકળ્યા હતા. આ દરમિયાન ત્યા તેઓ પોતાના સમર્થકો સાથે ચૂંટણી પર ચર્ચા કરવા લાગ્યા, ત્યારે મોદી-મોદીના નારા લગાવતા મોદી સમર્થક પણ ત્યાં પહોંચ્યા.
મોદીના સમર્થકોને જોઈને કેજરીવાલના પક્ષમાં નારા લગાવવા શરૂ કરી દીધા અને વાતાવરણ ખૂબ જ તનાવપૂર્ણ થઈ ગયુ.

આ પહેલા વારાણસીના લંકા વિસ્તારમાં બીજેપી અને આમ આદમી પાર્ટીના સમર્થકો વચ્ચે હાથાપાઈ થઈ હતી.
એ સમયે કેજરીવાલ પોતાના સમર્થકોની સાથે જનસંપર્ક કરી રહ્યા હતા. એ દરમિયાન ત્યાં બીજેપી સમર્થક એકત્ર થઈ ગયા. ત્યારબાદ બંને વચ્ચે વિવાદ થયો અને પછી હાથાપાઈ. આ દરમિયાન પોલીસ ત્યા પહોંચી છતા આ મામલો શાંત ન થયો તો પોલીસને પોતાના બળનો પ્રયોગ કરવો પડ્યો.આ પણ વાંચો :