કુમાર વિશ્વાસ જેવા વ્યક્તિ પાસે સન્માનની આશા ન રાખી શકાય - સ્મૃતિ ઈરાની

નવી દિલ્હી | વેબ દુનિયા| Last Modified બુધવાર, 2 એપ્રિલ 2014 (11:22 IST)

P.R
પરથી ભાજપની ઉમેદવાર સ્મૃતિ ઇરાનીએ આપનાં ઉમેદવાર કુમાર વિશ્વાસની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યુ કે જેવા વ્યક્તિ પાસેથી મહિલાઓ માટે સન્માનજનક ટિપ્પણીની અપેક્ષા ન રાખી શકાય. સ્મૃતિ ઇરાનીને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અને આપ પાર્ટી તરફથી કુમાર વિશ્વાસ મેદાનમાં છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કુમાર વિશ્વાસે સ્મૃતિ ઇરાનીને ટિકીટ મળતા ટિપ્પણી કરી હતી કે ઇરાની આવે કે પાકિસ્તાની તેમને કોઇ ફેર નથી પડતો.

સ્મૃતિને પોતાની ઉમેદવારી અંગે કહ્યુ કે પાર્ટીએ મને અમેઠી બેઠક પરથી ઉતારવાનો નિર્ણય કર્યો છે, જેનું હું સન્માન કરુ છું. રાહુલ ગાંધી સાથે મુકાબલા અંગે સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે રાહુલ સંસદમાં માત્ર 2 વાર બોલ્યા છે. જ્યારે મે સંસદની 68 ચર્ચામાં ભાગ લીધો છે.


આ પણ વાંચો :