ગુજરાતમાં ૨.૩૮ ટકા નવા મતદારોની ભૂમિકા પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે

વેબ દુનિયા| Last Modified સોમવાર, 10 માર્ચ 2014 (13:06 IST)

P.R
ગુજરાતમાં યુવા મતદારોની ભૂમિકા ખૂબ જ મહત્‍વપૂર્ણ રહેશે. યંગીસ્‍તાન કેટલાક મુદ્દાઓને લઈને મતદાન કરવા માગે છે જેમાં ભ્રષ્ટાચાર, કૌભાંડ અને જાતીય રાજકારણથી મુક્‍ત સરકારની ઇચ્‍છા છે. નવી સરકાર યુવાઓને મોટા પ્રમાણમાં રોજગારી આપે તેવી ઇચ્‍છા પણ રાખવામાં આવી રહી છે. નવેસરના આંકડા મુજબ ગુજરાતમાં કુલ મતદારોમાં ૨.૩૮ ટકા મતદારો એવા છે જે પ્રથમ વખત મતદાન કરનાર છે જેથી ૨.૩૮ ટકા મતદારોની ભૂમિકા પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે. ખાનગી સેક્‍ટરોમાં પૂરતા પ્રમાણમાં રોજગારીની તક મળે તે હેતુસર આ યુવા પેઢી મત આપવા માગે છે. રાજ્‍યના ૩૩ જિલ્લાઓ પૈકી અમદાવાદમાં આવા મતદારોની સૌથી નાની ટકાવારી એટલે કે ૧.૯૫ ટકાની છે. દાણમાં પ્રથમ વખત મતદાન કરનારની ટકાવારી સૌથી વધુ ૩.૯૬ ટકાની છે. જો કે સંખ્‍યામાં અમદાવાદમાં ૯૪૪૭૨ રોકી ઉમેદવારો છે. ત્‍યારબાદ સુરતમાં ૭૮૪૧૪, બનાસકાંઠામાં ૫૪૭૮૮, વડોદરામાં ૪૪૩૪૨ અને રાજકોટમાં ૪૦૪૯૫ ઉમેદવાર એવા છે જે પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર છે. મોટી સંખ્‍યામાં કોલેજે જતા વિદ્યાર્થીઓ આ વખતે મતદાનમાં ભાગ લેનાર છે. કેન્‍દ્રમાં આગામી સરકાર કોણ બનાવશે તેને લઈને હજુથી સસ્‍પેન્‍સની સ્‍થિતિ છે. ગુજરાતમાં ધણા બધા મતદારો નવા છે જે આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે. કેટલાક લોકો એમ પણ માને છે કે ઇમાનદાર લોકોની વધારે જરૂર ઊભી થઈ છે. ભારતીય રાજકારણમાં બે શક્‍તિશાળી લોકો રાહુલ ગાંધી અને નરેન્‍દ્ર મોદી છે. દેશના ભાગ્‍ય વિધાતા અંગે ફેંસલો કરવાનો સમય આવી ગયો છે. આથિક મર્યાદાની સાથે કુશળ વિદ્યાર્થીઓ માટે સ્‍કોલરશિપમાં વધારો કરવાની પણ માંગ કરવામાં આવી છે. પરિવર્તન માટે યુવા પેઢી મતદાન કરવા માગે છે. સીએનજી, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ધટાડો કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. રાજકી ઉમેદવારો તેમની કામગીરી માટે સંપૂર્ણપણે જવાબદાર હોવા જોઈએ તેવો મત પણ યુવા પેઢી દ્વારા વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે. ગુજરાતમાં ૩૦મી એપ્રિલના દિવસે મતદાન યોજાનાર છે.

યુવા પેઢીના મતદારો પરિવર્તન માટે મત આપવાની તૈયારીમાં છે. યંગીસ્‍તાન કયા મુદ્દે મત આપનાર છે તેનું ચિત્ર નીચે મુજબ છે.

* ભ્રષ્ટાચાર મુક્‍ત, કૌભાંડ મુક્‍ત અને જાતિય રાજકારણ મુક્‍ત સ્‍થિર સરકાર માટે યુવા પેઢી મત આપવા માગે છે

* કોન્‍ટ્રાક્‍ટ અથવા તો ફિક્‍સ પગાર ઉપર તેમને રોકીને તેમનું શોષણ ન થાય અને રોજગારીની વધુ તકો સર્જાય તે માટે મત આપવા માગે છે
* ખાનગી સેક્‍ટરમાં રોજગારીની વધુ તકો ઊભી થાય તે જરૂરી છે

* મેટ્રો જેવા પરિવહનના બીજા વિકલ્‍પો મળવા જોઈએ

* પ્રદૂષણ મુક્‍ત અને પોષાય તેવી સેવા મળવી જોઈએ

* દૂરસંચાર ઉપર કોઈપણ ટેક્‍સ હોવા જોઈએ નહીં
* ઉચ્‍ચ શિક્ષણમાં સમયસર પ્રવેશની વ્‍યવસ્‍થા હોવી જોઈએ

* કુશળ વિદ્યાર્થી માટે સ્‍કોલરશિપમાં વધારો કરવો જોઈએ

* શિક્ષણ જેવા ક્ષેત્રોમાં મૂડીરોકાણ વધે તે જરૂરી છે

* સીએનજી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ધટાડો થવો જોઈએ
ગુજરાતમાં ૯.૫ લાખ મતદારો એવા છે જે પ્રથમ વખત મતદાન કરનાર છે. આ લોકોની ટકાવારી કુલ મતદારોમાં ૨.૩૮ ટકા જેટલી છે. જુદા જુદા શહેરોમાં ૧૮થી ૧૯ વર્ષની વયના મતદારો કેટલા છે તેનું ચિત્ર નીચે મુજબ છે.

શહેર મતદાર

અમદાવાદ ૯૪૪૭૨

સુરત ૭૮૪૧૪
વડોદરા ૪૪૩૪૨

રાજકોટ ૪૦૦૯૫


આ પણ વાંચો :