ચંડીગઢથી ગુલ પનાગ બનશે AAPની ઉમેદવાર

વેબ દુનિયા|
P.R

આમ આદમી પાર્ટીની પૂર્વ ઘોષિત ઉમેદવર સવિતા ભટ્ટીનું નામ પરત લીધા બાદ હવે ફિલ્મ અભિનેત્રી ગુલ પનાગે પાર્ટી તરફથી ચૂંટણી લડવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

પાર્ટીના સૂત્રોનો દાવો છે કે ગુલ પનાંગે આ માટે સહમતિ બતાવી દીધી છે. તેમના નામની જાહેરાત બુધવારે થઈ શકે છે.

આ અંગે તેની મંગળવારે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત થયાની ચર્ચા છે. ગુલ પનાંગના પિતા પૂર્વ લેફ્ટિનેટ જનરલ એચએસ પનાગ ગયા મહિને જ પાર્ટીમાં જોડાયા હતા.
તે પાર્ટીને નેશનલ સિક્યોરિટી મુદ્દે સલાહ આપે છે. એચએસ પનાંગે પાર્ટીમાં જોડાતા જ સ્પષ્ટ કર્યુ હતુ કે તેઓ ચૂંટણી નહી લડે.

પાર્ટીનો પ્રચાર જરૂર કરશે સવિતા ભટ્ટીએ નામ પરત લીધા બાદ પાર્ટીને એક વધુ ચેહરાની શોધ છે. જે ચંડીગઢની સીટ તેમને જીતાવી આપે. આપની પાર્ટી નેતા રૂપિંદર ધાલીવાલે જણાવ્યુ કે જો ગુલ પનાંગ અહીથી ચૂંટણી લડે છે તો તેમનુ સ્વાગત છે. તેમના નામની ચર્ચા જરૂર છે. પણ અત્યાર સુધી પાર્ટી તરફથી કોઈ ચોખવટ થઈ નથી.


આ પણ વાંચો :