ત્રણ કલાકમાં સરેરાશ 15 ટકા મતદાન

modi
Last Modified બુધવાર, 30 એપ્રિલ 2014 (11:55 IST)

લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીઓના સાતમા તબક્કામાં ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો માટે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં પ્રથમ થયું છે. ગુજરાતમાં સૌથી જૂનાગઢમાં 19 ટકા મતદાન નોંધાયું છે. અન્ય શહેરોની વાત કરીએ તો વડોદરા 17, મહેસાણા 12,
છોટા ઉદેપુર 15, સુરત 10, નવસારી
નવ, ભૂજ 10, વલસાડ આઠ, ભરુચ સાત, પાટણ આઠ, દાહોદ આઠ, ભાવનગર આઠ અને સુરેન્દ્રનગરમાં નવ ટકા મતદાન નોંધાયું છે.

સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી ક્યાં કેટલુ મતદાન


વલસાડ 25.72
કચ્છ 16.6
ખેડા 21
અમરેલી 20.11
ભરૂચ 14.75
ભાવનગર 23
નવસારી 23.19
અમદાવાદ 17
વલસાડ 25.72
સુરત 25સવારે શરૂ થયેલા લોકશાહીના પર્વમાં ભાગ લેતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે ગાંધીનગરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો મધૂસુદન મિસ્ત્રી, રાજકોટમાં વજુભાઈ વાળા, ખેડામાં દિનશા પટેલ, જામકંડોરણામાં વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા, દાહોદમાં પ્રભાબેન તાવિયાડ જેવા નેતાઓ મતદારોને પ્રેરણા આપતા હોય તે વહેલી સવારે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

રાજ્યની 26 બેઠકોમાં ચાલી રહેલા મતદાનમાં કેટલાક સ્થળોએ ઈવીએમ ખોટકાવાની ઘટના બની હતી.અમદાવાદમાં બે સ્થળોએ ઈવીએમ ખોટકાવાની ઘટના બની હતી. મેમનગરની દિવ્યપથ સ્કૂલમાં સાડા નવ વાગ્યાની આસપાસ ઇવીએમ બગડી ગયું હતું. મતદારોના જણાવ્યા પ્રમાણે સવારથી જ લાંબી લાંબી લાઇનો લાગી ગઈ હતી. મતદાન માટે લોકો ઉમટી રહ્યા હતા. શાંતિથી મતદાન પ્રક્રિયા ચાલુ હતી, ત્યારે અચાનક ઇવીએમ બગડી જતાં મતદાનની પ્રક્રિયા સ્થગિત થઈ ગઈ છે. ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે. અમદાવાદ પશ્ચિમમાંથી ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ કિરીટ સોલંકી મતદાન માટે પહોંચ્યા હતા. જો કે તે સમયે ઈવીએમ ખોટવાઈ ગયુ હતુ. તો નડિયામાં એક ઈવીએમ ખોટકતા 7 વાગ્યે મતદાન શરૂ થઈ શક્યુ ન હતુ. જો કે 20 થી 25 મીનીટ પછી ઈવીએમ સરખુ થઈ જતા મતદાન શરૂ કરવામાં આવ્યું હતુ. ઈવીએમ ખોટકાતા સવારે જેટલો સમય બગડ્યો હતો તેટલોજ સમય સાંજે વધારી દેવાશે.


આ વખતની ચૂંટણીમાં સમગ્ર રાજ્યનું ધ્યાન વડોદરાની બેઠક પર રહેશે જ્યાંથી નરેન્દ્ર મોદીની સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને એઆઈસીસીના સભ્ય મધુસૂદન મિસ્ત્રીએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. આ ઉપરાંત, રાજ્યમાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, દિનશા પટેલ, ભરત સોલંકી, તુષાર ચૌધરી, સોમા ગાંડા પટેલ, વિક્રમ માડમ, પૂનમ માડમ, વિઠ્ઠલ રાદડિયા, લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ ઉમેદવારોના ભાવિ પણ ઈવીએમમાં સીલ થશે. કુલ ૩૨૨ ઉમેદવારોના ભાવિ રાજ્યના કુલ ૪.૦પ કરોડ મતદારો દ્વારા ઈવીએમમાં કેદ થશે.આ પણ વાંચો :