દેશમાં મોદીની નહી બીજેપીની લહેર - જોશી

murli joshi
નવી દિલ્હી :| Last Updated: સોમવાર, 14 એપ્રિલ 2014 (10:55 IST)

મુરલી મનોહર જોશીએ કહ્યું કે, દેશમાં મોદીની નહીં પરંતુ ભાજપની લહેર છે. અને તેમના કહેવા મુજબ લોકસભા ચૂંટણીમાં તરીકે મોદી ભાજપના પ્રતિનિધિ માત્ર છે.

ઉપરાંત જોષીએ ગુજરાત મોડલ પર પણ જોશીએ નિશાન સાધતા કહ્યું કે, તે એનડીએનો આદેશ નથી. વારાણસીના સાંસદ અને હાલમાં કાનપુરથી ભાજપના ઉમેદવાર જોશીના કહેવા મુજબ વિકાસના 'ગુજરાત મોડેલ'ને અન્ય રાજ્યોમાં અપનાવવું સંભવ નથી. જોશીએ જશવંત સિંહને બાડમેરથી ટિકિટ ન આપવા બાબતે ઉભા થયેલા વિવાદ અંગે કહ્યું કે, જશવંત પ્રકરણથી પાર્ટી બચી શકી હોત.

આ પહેલા વારાણસીથી મોદીની ઉમેદવારી મામલે તેમની નારાજગી ખુલીને સામે આવી ચૂકી છે. ઘણા પ્રયત્નો પછી જોશી વારાણરાંસીથી તેમની બેઠક ખાલી કરવા તૈયાર થયા હતા. હવે જોશીનું આ નિવેદન નવો વિવાદ ઉભો કરી શકે છે.


આ પણ વાંચો :