પરેશ રાવલ અમદાવાદમાં, ચૂંટણી પ્રચાર શરુ

વેબ દુનિયા| Last Modified મંગળવાર, 25 માર્ચ 2014 (15:51 IST)

P.R
પૂર્વ લોકસભા મતવિસ્‍તારના ભાજપના ઉમેદવાર અને સુપ્રસિદ્ધ ફિલ્‍મ અભિનેતા આજે તા. ૨૫ અને ૨૬ માર્ચ એમ બે દિવસ દરમ્‍યાન લોકસભા મતવિસ્‍તારની મુલાકાત દરમ્‍યાન મતદારો અને કાર્યકર્તાઓને મળશે. પરેશ રાવલનું એરપોર્ટ ખાતે ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્યું. પરેશ રાવલ આજે ૨૫ માર્ચના રોજ બપોર બાદ બાપુનગર વિધાનસભા અને વટવા વિધાનસભાના કાર્યકર્તાઓને મળશે. ૨૬ માર્ચના રોજ સવારે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા અને દહેગામ વિધાનસભાના કાર્યકર્તાઓને મળશે. સાંજના સમયે નિકોલ, ઠક્કરબાપાનગર અને નરોડા વિધાનસભાના કાર્યકર્તાઓને મળશે.

મંગળવારનો કાર્યક્રમ અને સ્‍થળ

સમય સ્‍થળ / વિધાનસભા

બપોરે ૦૩:૦૦ એરપોર્ટ સર્કલ સ્‍વાગત

સાંજે ૦૭:૦૦ બાપુનગર

રાત્રે ૦૮:૦૦ વટવા

બુધવારનો કાર્યક્રમ અને સ્‍થ


સમય સ્‍થળ / વિધાનસભા

સવારે ૦૯:૦૦ ગાંધીનગર દક્ષિણ

સવારે ૧૦:૦૦ દહેગામ
સાંજે ૦૫:૦૦ નિકોલ

સાંજે ૦૬:૦૦ ઠક્કરબાપાનગર

સાંજે ૦૭:૦૦ નરોડા


આ પણ વાંચો :