પરેશ રાવલ ગુમ?, પ્રચાર છોડી શુટિંગ કરવા જતા રહ્યા

paresh raval
Last Modified શુક્રવાર, 11 એપ્રિલ 2014 (14:28 IST)


પુર્વની બેઠક પર હરિન પાઠકને ટિકિટ નહી આપવાના મુદ્દે
કાર્યકરોમાં રોષ શમ્યો નથી ત્યાં એક નવો વિવાદ ઉભો થયો છે. છેલ્લાં
બે દિવસથી અમદાવાદ પુર્વની બેઠકના ભાજપના ઉમેદવાર પરેશ રાવલ
પ્રચારમાં દેખાતા જ નથી. ખુદ કાર્યકરોમાં એવી ચર્ચા ચાલી છેકે,
પરેશ રાવલ એક ફિલ્મનુ અધુરુ શુટિંગ પુર્ણ કરવા માટે સાઉથ આફ્રિકા પહોંચ્યાં છે તો ઘણાંનું કહેવું છેકે,મુંબઇમાં શુટિંગના કામઅર્થે
પ્રચાર છોડીને ગયાં છે. ખુદ ઉમેદવાર જ ન હોય ત્યાં પ્રચાર કઇ રીતે
કરવો તે અંગે ભાજપના કાર્યકરો જ અંદરોઅંદર પુછી રહ્યાં છેકે, પરેશ રાવલ છે કયાં. હજુ તો ચુંટાયાં નથી ને અત્યારથી તેમના જ અંગત
પ્રશ્નોની ભરમાર છે તો પછી પ્રજાલક્ષી પ્રશ્નોનું શું થશે.

પરેશ રાવલને ટિકિટ આપી તે વખતે જ ચારેકોર વિરોધનો વંટોળ શરુ થયો
હતો જેથી તેમને વિદેશમાં અધવચ્ચે શુટિંગ છોડીને અમદાવાદ આવવું
પડયું હતું. હરિન પાઠક હજુ સુધી પરેશ રાવલ સાથે પ્રચારમાં
જોડાયાં નથી.અંદરખાને ભાજપના કાર્યકરોમાં વિરોધ ભભુકી રહ્યો છે ત્યારે છેલ્લાં બે દિવસથી ભાજપના કાર્યકરોને એકલા જ પ્રચાર માટે
જવું પડે છે. રાજુભાઇ નામના ભાજપના એક કાર્યકરને પુછતાં તેમણે
કહ્યું કે, સાહેબ,કયાં છે.અમને તો કઇં ખબર જ નથી.એટલું ખબર છે
કે,બહારગામ ગયાં છે.કયારે આવશે તેનીયે ખબર નથી.અમે તો એકલા એકલાં
પ્રચાર કરીએ છીએ. બીજી તરફ, એવી ચર્ચા છેકે, એક ફિલ્મનું બાકીનું
શુટિંગ કરવા માટે પરેશ રાવલ સાઉથ આફ્રિકા પહોંચ્યાં છે.કેમ કે,હવે
૩૦મી સુધી ચુંટણીનો ધમધમાટ રહેશે.સમય મળે તેમ નથી પરિણામે કોઇ પણ બહાનું ધરીને પરેશ રાવલ ફિલ્મના શુટિંગને પુર્ણ કરવા વિદેશ
પહોંચ્યાની વાત છે.તો કાર્યકરોનું કહેવું છેકે, ફિલ્મના કામઅર્થે
પરેશ રાવલ મુંબઇ પહોંચ્યાં છે.

જોકે, અમદાવાદ -પુર્વની બેઠકના ભાજપના ઇન્ચાર્જ ડો.હેમંત ભટ્ટે
જણાવ્યું કે,સાહેબ,રુટ કેનાલ ટ્રીટમેન્ટ માટે મુંબઇ ગયાં
છે. આવતીકાલે ૧૧મીની રાત સુધી તેઓ અમદાવાદ આવી પહોંચશે. ત્યાર બાદ
ફરીથી તેઓ પ્રચાર કાર્યમાં જોડાશે. ખુદ ભાજપના કાર્યકરો કચવાટ કરતાં કહેતાં ફરે છેકે, ફિલ્મી કલાકારો આ જ કારણોસર રાજકારણીઓ બની
શકતાં નથી કેમ કે,તેમનો જીવ આખરે તો ફિલ્મી દુનિયા સાથે જ જોડાયેલો
હોય છે.આ પણ વાંચો :