બાબા રામદેવનો આશ્રમ મોદીની પત્ની જશોદાબેનનું નવુ ઘર છે !!

jashoda ben
નવી દિલ્હી| Last Modified ગુરુવાર, 24 એપ્રિલ 2014 (00:44 IST)


અંગ્રેજી પત્રિકા ધ વીક ની એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપાના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતની વડોદરા ન્સીટ માટે ઉમેદવારી પત્ર ભર્યા બાદ તેમની પરિત્યક્તા પત્ની જશોદાબેનને તીર્થયાત્રાને બહાને ચુસ્ત સુરક્ષ્આ વચ્ચે
ઋષિકેશમાં આવેલ બાબા રામદેવના એક આશ્રમમાં મોકલી દેવામાં આવ્યા છે.

જશોદાબેનની ચર્ચાથી રાજકારણ ગરમાયુ

હિન્દૂ કાર્યકર્તા વિશ્વ હિન્દુ પરિષદ અને દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદના સૂત્રો એ દાવો કર્યો કે 13 એપ્રિલ્ના રોજ મોદી દ્વારા ઉમેદવારીપત્રમાં જશોદાબેનને પત્ની સ્વીકાર્યા પછ્ઈ કેટલાક હિન્દૂ કાર્યકર્તા અને સુરક્ષ્આ ધિકારી તીર્થયાત્રીઓના વેશમાં બ્રાસણવાડા ગામમાં જશોદાબેનના ઘરે 3 એસયૂવી ગાડીમાં આવ્યા અને તેમને ચારધામની યાત્રાનો પ્રસ્તાવ આપ્યો

તેમણે કહ્યુ કે તમારુ ચારધામનું સપનુ પુરૂ થવા જઈ રહ્યુ છે. તેમને ગાડી દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યા. અને ત્યાથી એક ચાર્ટડ વિમાન દ્વારા ઉત્તરપ્રદેશની સીમા સ્થિત કોઈ સ્થાન પર લાવવામાં આવ્યા. રિપોર્ટમાં આ સ્થાનનું નામ ઔરગાબાદ બતાવાયુ છે. સૂત્રો મુજબ ત્યાંથી ગાડીમાં બેસાડીને તેમને ઋષિકેશમાં નીલકંઠ મંદિર પાસે પહાડી પર
આવેલ બાબા રામદેવ଒ના આશ્રમમાં પહોંચાડવામાં આવ્યા. રિપોર્ટ મુજબ આશ્રમમાં કામ કરનારાઓ એ પણ સ્વીકાર્યુ કે ત્યા 13 તારીખે એક સ્ત્રી આવી છે.


આ પણ વાંચો :