મોદીને બનારસમાં ગંગા આરતીની મંજૂરી મળી ગઈ

namo
Last Modified ગુરુવાર, 8 મે 2014 (11:12 IST)

બીજેપીના પીએમ કેંડિડેટ નરેન્દ્ર મોદીને બનારસમાં ગંગા આરતીની પરમિશન મળી ગઈ છે. આ ઉપરાંત મોદી સૂર્યા હોટલમાં બનારસના લોકો સાથે મુલાકાત કરી શકશે. જો કે સુરક્ષાનો હવાલો આપતા મોદીને બેનિયાબાગમાં ચૂંટણી સભા કરવાની મંજૂરી નથી આપવામાં આવી.

યૂપીમાં બીજેપીના ચૂંટણી પ્રભારી અને મોદીના ખાસ અમિત શાહે આરોપ લગવ્યો છે કે તંત્ર ગંદી મજાક કરી રહ્યુ છે. અમિત શાહે કહ્યુ તંત્રએ મંજૂરી આપવામાં આટલુ મોડુ કેમ કર્યુ ?
મંજૂરી મળ્યા બાદ ગુરૂવારે બીજેપીના ધરના કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહી આવે. ભાજપા પ્રવક્તા નિર્મલા સીતારમણે વારાણસી તંત્રના આ નિર્ણયનો અસ્વીકાર્ય જણાવતા કહ્યુ કે આવુ પહેલી વખત થયુ છે કે કોઈ ઉમેદવારને તેના જ ચૂંટણી વિસ્તારમાં રેલી કરવા માટે મનાઈ કરવામાં આવી હોય. મોદીની રેલીની પરવાનગી ન મળતા વારાણસી ખાતે ભાજપના કાર્યકર્તાઓએ ડીએમ ઓફિસની બહાર પ્રદર્શન કર્યુ હોવાનો અહેવાલ મળ્યો હતો.

શરૂઆતમાં મળેલી માહિતી મુજબ મોદી વારાણસી શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં કુલ ત્રણ રેલીઓ સંબોધિત કરવાનો કાર્યક્રમ હતો. જેમા શહેરના બેનિયાબાગ સહિત રોહનિયા અને ચંદૌલીમાં એક એક રેલીનો સમાવેશ હતો. પરંતુ જીલ્લા તંત્રએ બેનિયાબાગ રેલીને લીલી ઝંડી આપી ન હતી. તે પ્રમાણે વિવાદ પણ બેનિયાબાગ રેલીને જીલ્લા તંત્રને પરવાનગી આપી નથી. જ્યારે બાકીના ચાર કાર્યક્રમોની પરવાનગી આપી દેવામાં આવી છે. જેમા ગંગા આરતી પણ મોદી કરશે.

અગાઉ જે પ્રમાણે ચર્ચાઈ રહ્યુ છે તે પ્રમાણે 8મેના રોજ બપોરે ત્રણ વાગ્યે રોહનિયાના જગતપુર ઈંટર કોલેજમાં જનસભા સંબોધિત કરશે અને સાંજે ચાર વાગ્યે ગંગા પૂજન કરશે. જો કે ક્યા ઘાટ પર ગંગા પૂજન કરશે તે નક્કી ન હતુ. આ ઉપરાંત સુરક્ષાને પગલે તંત્ર તરફથી પરવાનગી બાબતે રાહ જોવામાં આવી રહી હતી.


આ પણ વાંચો :