મોદી ઈફેક્ટ ૰ હવે નમો મંદિર અને નમો ચાલીસા

કલ્યાણી દેશમુખ| Last Modified શનિવાર, 25 જાન્યુઆરી 2014 (23:51 IST)
P.R
ઉત્તરપ્રદેશના એક ગામમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભગવાનની જેમ પૂજા થઈ રહી છે. યુપીના ભગવાનપુર ગામના મોદીના એક પ્રશંસકે તેમને સ્વામી મોદીની ઉપમા આપી છે. મોદીના પ્રશંસક બિજેન્દ્ર નારાયણ મિશ્રા આ મંદિરના પુજારી છે.

ગામના પ્રાચીન શિવ મંદિરના પુજારી પણ બિજેન્દ્ર મિશ્રા છે. તેમણે ભગવાન શિવની મૂર્તિની બાજુમાં નરેન્દ્ર મોદીની મૂર્તિ લગાવી છે. તેમનું કહેવું છે કે મોદીનું મંદિર તેણે પ્રચાર માટે નથી બનાવ્યું, પરંતુ મોદીના પીએમ બનવાની પ્રાર્થના માટે બનાવ્યું છે. આ મંદિરને ગામના લોક નમો મંદિરના નામથી ઓળખે છે.
મંદિરમાં મોદીના ભક્તો તેની પૂજા સિવાય મોદી ચાલીસા પણ બોલે છે. મોદી ભારતના વડાપ્રધાન બને તે માટે આ મંદિરમાં એક અખંડ જ્યોત પણ પ્રગટાવવામાં આવી છે. આ જ્યોત સતત 125 દિવસ સુધી પ્રગટશે.

નમો મંદિરના પૂજારી મિશ્રાએ જણાવ્યું હતું કે આમ કરવાથી તેને લોકોના કટુ વેણ પણ સાંભળવા પડી રહ્યા છે. પરંતુ ભવિષ્યમાં દેશ માટે તે સારા પરિણામો લઈને આવશે. મોદી એક માત્ર એવા વ્યક્તિ છે જે દેશમાં સ્થિરતા, સુરક્ષા અને ખુશાલી લાવી શકે છે.
ધીમે ધીમે નમો મંદિર આસપાસના ગામોમાં પણ પ્રખ્યાત થતું જાય છે. તેની એક ઝલક જોવા માટે આસપાસના ગામના ઘણા લોકો અહીં આવે છે. મંદિરની સૌથી વિશેષ વાત એ છે કે મિશ્રા પણ મોદી જેવા કપડાં પહેરે છે અને તેમના જેવી જ દાઢી રાખે છે.

મંદિરમાં મોદીની ચાર ફૂટ લાંબી મૂર્તિ શિવલિંગની બાજુમાં જ રાખવામાં આવી છે. ગામ લોકોને વિશ્વાસ છે કે ભગવાન શિવ મોદીને લાંબુ આયુષ્ય આપશે. જેના લીધે ગામમાં લોકો મોદીના લાંબા આયુષ્ય માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરે છે.


આ પણ વાંચો :