રેપિસ્ટ માટે મુલાયમ છે નેતાજી - મોદી

modi
લખનૌ| Last Modified શુક્રવાર, 18 એપ્રિલ 2014 (17:58 IST)

. ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ આજે મુલાયમના ગઢમાં જ તેમને લલકાર્યા. આપનારા સમાજવાદી પાર્ટીના નેતા પર નિશાન લગાવતા કહ્યુ કે તેઓ બળાત્કારીઓ માટે એકદમ મુલાયમ મનના છે.
યૂપીના ઈટાવામાં એક જનસભાને સંબોધિત કરતા મોદીએ મુલાયમ પર જોરદાર પ્રહારો કર્યા. મોદીએ કહ્યુ કે યૂપીના યદુવંશીઓની ચિંતા નેતાજીને નથી. નેતાજીને ફક્ત જાનવરો પ્રત્યે પ્રેમ છે.

મોદી કહ્યુ કે યૂપીના મુખ્યમંત્રીએ અમારી પાસેથી સિંહ માંગ્યા. પણ સારુ થતુ કે તેઓ ગાય માંગતા. ગાય દ્વારા અહી રોજગારનુ એક સાધન ઉભુ થતુ અને તેમનો આર્થિક વિકાસ થતો.

તેમણે કહ્યુ કે આ યૂપીનુ દુર્ભાગ્ય છે કે અહીની સરકારને હાથિયો પ્રત્યે પ્રેમ હતો અને હવે આ સરકારને સિંહ પ્રત્યે પ્રેમ છે. જાનવરોને પ્રેમ કરનારા લોકો માણસોને ક્યારે પ્રેમ કરતા શીખશે.
તેમણે કહ્યુ કે તમે અત્યાર સુધી શાસક પસંદ કરતા હતા હવે એક સેવકને પસંદ કરી જુઓ.


આ પણ વાંચો :