શનિવાર, 25 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|

લોકસભા ચૂંટણી : વડોદરામાં મોદી સામે નરેન્દ્ર રાવતે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો

લોકસભા ચૂંટણી
P.R

વડોદરા બેઠક પરથી કોંગ્રેસનાં લોકસભા ઉમેદવાર નરેન્દ્ર રાવતે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. નરેન્દ્ર રાવતે જણાવ્યુ કે વડોદરા બેઠક પરથી ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે પાર્ટીએ કોઇ સક્ષમ ઉમેદવારને ચૂંટણી લડાવી જોઇએ.
P.R

નોંધનીય છે કે નરેન્દ્ર રાવતને પક્ષની આંતરિક ચૂંટણીમાં મતદાન બાદ ઉમેદવાર તરીકે ચૂંટવામા આવ્યા હતા. પણ હવે રાવત ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે. જો કે આ બાબતે કોંગ્રેસ પાર્ટી તરફથી કોઇ પ્રતિક્રીયા નથી આવી.