લોકસભા ચૂંટણી 2014 : કોંગ્રેસે પાર્ટી પ્રવક્તાઓમાં વધારો કર્યો

નવી દિલ્હી :| વેબ દુનિયા| Last Modified બુધવાર, 22 જાન્યુઆરી 2014 (12:32 IST)

P.R
કોંગ્રેસ પાર્ટીએ આગમી લોકસભાની ચૂંટણીઓને ધ્યાને રાખીને મંગળવારે પ્રવક્તાઓની સંખ્યામાં વધારો કર્યો છે. કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બમ, સલમાન ખુર્શીદને વરિષ્ઠ પ્રવક્તા, અને કેન્દ્રીય રાજ્યમંત્રી શશી થરૂરને પ્રવક્તા તરીકે નિમણૂક કરી છે.

પાર્ટીએ પાંચ વરિષ્ઠ પ્રવક્તા અને 13 પ્રવક્તાની નિમણૂક કરી છે. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નિમણૂકને મંજૂરી આપી દીધી છે.

વિવાદમાં સપડાયા બાદ વર્ષ 2012માં પ્રવક્તા પદેથી હટાવ્યાં બાદ પાર્ટીએ ફરી પૂર્વ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીને પ્રવક્તા તરીકે નિમણૂક કરી છે.
પાર્ટીએ આ સાથે 24 મીડીયા પ્રભારીઓની પણ નિમણૂક કરી છે. આ ઉપરાંત 30 અન્ય પ્રભારીઓને રાષ્ટ્રીય મીડિયામાં રાજ્યો સાથે સંકળાયેલ મુદ્દા બાબતે પાર્ટી તરફથી પક્ષ રાખવા માટે નિમણૂક કરવામાં આવી છે.

વરિષ્ઠ પ્રવક્તાઓમાં કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બર, સલમાન ખુર્શીદ, નબી આઝાદ, આનંદ શર્મા, પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ વાસનિકનો સમાવેશ થાય છે.
પ્રવક્તાઓમાં શશી થરૂર અને અભિષેક મનુ સિંઘવીની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા, પી.સી.ચાકો, રાજ બબ્બર, રણદીપ સુરજેવાલા, રીતા બહુગુળા જોષી, સંદીપ દિક્ષિત, સંજય ઝા, સત્યવ્રત ચતુર્વેદી, શકીલ અહેમદ, શક્તિસિંહ ગોહિલ, અને શોભા ઓઝાનો સમાવેશ થાય છે. પાર્ટીમાં આ પહેલા પાંચ પ્રવક્તા હતા.

મીડિયા પ્રભારીઓમાં સૂચના અને પ્રસારણ મંત્રી મનિષ તિવારીની સાથે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી આર.પી.એન. સિંહ અને સંસદીય કાર્ય રાજ્યમંત્રી રાજીવ શુક્લાનો સમાવેશ થાય છે.
અન્ય મીડિયા પ્રભારીઓમાં અખિલેશ પ્રતાપ સિંહ, અનંત ગાડગિલ, અશોક તંવર, બાલચંદ્ર મુંગેકર, બ્રૃજેશ કાલપ્પા, ચંદન યાદવ, સી.આર. કેશવન, દીપક અમીન, દીપેંદર હુડા, કૃષ્ણા બાયરે ગૌડા, મીમ અફજલ, મિનાક્ષી નટરાજન, મુકેશ નાયક, નદીમ જાવેદ, પી.એલ. પુનિયા, પ્રેમ ચંદ્ર મિશ્રા, પ્રિયંકા ચતુર્વેદી, રાગિની નાયક, રાજીવ ગૌડા અને સલમાન સોજ તથા સંજય નિરૂપમનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, કોંગ્રેસ વિભિન્ન મીડિયાના માધ્મયથી લોકો વચ્ચે પોતાની પહોંચ વધારવાનો ઈરાદો છે.


આ પણ વાંચો :