લોકસભા ચૂંટણી 2014 : ગુજરાતમાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર

નવી દિલ્હી :| વેબ દુનિયા|

P.R
લોકસભાની ચૂંટણી માટે ભાજપે ગત ગુરૂવારની રાતે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાતના ૨૧ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. નરેન્દ્ર મોદી અને લાલ કૃષ્ણ અડવાણીને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી. જેનો પૂર્ણવિરામ ગત રોજ આવી ગયો છે.
ગાંધીનગર બેઠક પરથી લાલ કૃષ્ણ અડવાણીને ફરીથી ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. જ્યારે વડોદરા બેઠક પરથી ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્દ મોદીને ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યાં છે.
આ ઉપરાંત કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યો પ્રભુ વસાવા અને દેવજી ફેતપુરાને પણ ભાજપે તક આપી છે.
બારડોલી (એસટી) - પ્રભુ વસાવા (કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય), સુરેન્દ્રરનગર - દેવજી ફતેપુરા (કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યે)
આ ઉપરાંત ભાજપે ધારાસભ્યોને પણ જે બેઠકો પરથી લોકસભાની ટિકીટ આપી છે તેમના નામ નીચે મુજબ છે.
પાટણ - લીલધર વાધેલા ,
દાહોદ (એસટી) - જશવંત ભાંભોર ,
ભાવનગર - ભારતીબેન શિયાળ ,
રાજકોટ - મોહન કુંડારીયા ,જામનગર - પૂનમબેન માડમ ,
આણંદ - દિલીપ પટેલ ( પૂર્વ ધારાસભ્ય )
ભાજપે જે વર્તમાન સાંસદો પર પસંદગી ઉતારી છે અને ફરી ચૂંટણી મેદાને ઉતાર્યા છે. તેમના નામ નીચે મુજબ છે.
મહેસાણા - જયશ્રીબેન પટેલ,
અમદાવાદ પશ્ચિમ - ડો. કિરિટ સોલંકી ,
અમરેલી - નારણ કાછડીયા ,
છોટાઉદેપુર - રામસિંહ રાઠવા , ભરૂચ - મનસુખ વસાવા ,
નવસારી - સી.આર. પાટીલ,
બનાસકાંઠા - હરીભાઈ ચૌધરી ,
પોરબંદર - વિઠ્ઠલ રાદડીયા ,
સુરત - દર્શનાબેન જરદોશ.
આ ઉપરાતં કચ્છથી વિનોદ ચાવડા નવો ઉમેદવાર ઉતાર્યા છે. તો વલસાડ (એસટી) બેઠકથી કે.સી. પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.
જો કે, સાબરકાંઠા, પંચમહાલ, જુનાગઢ, ખેડા, અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. ભાજપે આજે વિધાનસભાની પેટાચૂંટણીની ચાર બેઠકો માટે પણ તેના ઉમેદવાર જાહેર કર્યા હતા. કઇ બેઠક પરથી કયા ઉમેદવાર મેદાનમાં રહેશે તેની યાદી નીચે મુજબ છે.
અબડાસા - છબીલ પટેલ,
વિસાવદર - ભરત પટેલ,
લાઠી - ભાવકુ ઉધાડ,
માંડવી - હેમલતા વસાવા


આ પણ વાંચો :