લોકસભા ચૂંટણી 2014 સર્વે - ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં મોદી મેજીક

વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 24 જાન્યુઆરી 2014 (11:45 IST)

P.R
જેમ જેમ લોકસભા ચૂંટણીની તારીખ નિકટ આવી રહી છે. રાજનીતિક ગરમી વધતી રહી છે. આવામાં લોકોનો મૂડ શુ છે, એક વોટર શુ ઈચ્છે છે ? આ જાણવા માટે દેશવ્યાપી સર્વે કરવામાં આવ્યો છે.

સૌથી પહેલા જોઈએ કે દિલ્હીની તસ્વીર કેવી બની રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જાદુ કાયમ છે. લોકનીતિ આઈબીપીએન સર્વે મુજબ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની લોકસભાની 7માંથી 4-6 સીટો મળી શકે છે અને બીજેપીના ખાતામાં 1થી 3 સીટો આવી શકે છે.

સર્વે મુજબ દિલ્હીમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીને 48 ટકા વોટ શેર મળી શકે છે. જ્યારે કે બીજેપી 30 ટકા વોટ શેયર સાથે બીજી સૌથી મોટી પાર્ટી બની શકે છે. કોંગ્રેસ 16 ટકા વોટ શેર સાથે ત્રીજા સ્થાન પર સરકી શકે છે. મતલબ પૂર્ણ આશા છે કે કેજરીવાલ વિધાનસભાન પરિણામોને લોકસભા પણ દોહરાવશે. આ સર્વે દિલ્હીમાં 951 લોકોની વચ્ચે કરવામાં આવ્યો.
બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં બીજેપીની સ્થિતિ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. રાજ્યની 80માંથી અડધાથી વધુ સીટો બીજેપીના ખાતામાં આવતી જોવા મળી રહી છે. આ સર્વે મુજબ બીજેપીને યૂપીમાં 41થી 49 વચ્ચે સીટો મળી શકે છે. જ્યારે કે કોંગ્રેસની હાલત ખૂબ જ ખરાબ છે અને તેને મુશ્કેલીથી 4 થી 10 સીટો મળતી જોવા મળી રહી છે. સમાજવાદી પાર્ટીને 8થી 14 સીટો મળવાનું અનુમાન છે, જ્યારે કે બસપાને 10થી 16 સીટો મળી જ શકે છે. અન્યના ખાતામાં 2થી 6 સીટ જશે.
રાજસ્થાનની હાલત પણ ઉત્તરપ્રદેશ જેવી જ લાગી રહી છે. અહી પણ કોંગ્રેસના સૂપડાં સાફ થતા જોવા મળી રહ્યા છે. સર્વે મુજબ રાજ્યની 29માંથી કોંગ્રેસને મુશ્કેલીથી 2 સીટો મળશે. જ્યારે કે બીજેપીને લગભગ 20થી 24 સીટો મળી શકે છે. અન્યના ખાતામાં 1 થી 3 સીટો જઈ શકે છે.


આ પણ વાંચો :