વડોદરામાં પોસ્ટર પર બબાલ, મધુસુદન મિસ્ત્રીની ધરપકડ

વડોદરા :| વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 3 એપ્રિલ 2014 (14:54 IST)

W.D
વડોદરા પર કોંગ્રેસનાં ઉમેદવાર મધૂસૂદન મિસ્ત્રી અને કેટલાક કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામા આવી છે. મધૂસૂદન મિસ્ત્રી અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓ ઉતારી રહ્યા હતા, જેથી પોલીસે આ કાર્યવાહી કરી.

જો કે પોલીસ કાર્યવાહી દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. અને પોલીસ સાથે ઘર્ષણ પણ સર્જાયુ હતુ. જેમાં મહિલા કાર્યકર્તાઓને પણ ઇજા પહોંચી છે.

મધૂસૂદન મિસ્ત્રીએ જણાવ્યુ કે ચૂંટણી પંચ અને પોલીસ મોદીની શેહમાં કામ કરે છે. જેથી અમારી સાથે ન્યાય થતો નથી. મિસ્ત્રીએ મોદીને તાનાશાહ ગણાવ્યા.
બીજી તરફ મિસ્ત્રીની અટકાયતનાં વિરોધમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓ ઘરણા પર ઉતરી ગયા છે. અને તેમણે માંગ કરી છે કે જ્યાં સુધી કોંગ્રેસ ઉમેદવારનાં પોસ્ટર લગાવવા દેવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ વિરોધ કરશે.


આ પણ વાંચો :