વારાણસીમાં બિસ્મિલ્લાહખાં ના પરિવારે મોદીના દરખાસ્તકાર બનવાની ના પાડી દીધી

modi
વારાણસી :| Last Modified સોમવાર, 21 એપ્રિલ 2014 (17:03 IST)

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને જો બનારસમાં બિસ્મિલ્લાહખાં પરિવારનો સહયોગ મળ્યો હોત તો નિઃસંદેહ તેમની વોટ બેંક વધી જાત. પરંતુ આ પરિવારે નરેન્દ્ર તરીકે સહી કરવાની ના પાડી દીધી છે. ભાજપ દ્વારા વારાણસીથી નરેન્દ્ર મોદીના સંભવિત દરખાસ્તકારોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં સમગ્ર વિશ્વમાં પોતાના શરણાઈ વાદન દ્વારા જાણીતા બિસ્મિલ્લાહ ખાં પરિવારનો પણ સમાવેશ થતો હતો. સંભવિત દરખાસ્તકારોની યાદીમાં બિસ્મિલ્લાહ ખાંના પુત્રનું નામ પણ હતું. જોકે, તેણે આ માટે ઈનકાર કરી દીધો હતો.

બિસ્મિલ્લાહ ખાંના પુત્રએ જણાવ્યું હતું કે, તેઓ મોદીના સમર્થક ચોક્કસપણે છે પરંતુ તેના દરખાસ્તકાર નહીં બને. મારા પિતા બિસ્મિલ્લાહ ખાં રાજકીય વ્યક્તિ નહોતા. તેમની દુનિયા સંગીતથી શરૂ થતી હતી અને સંગીતથી જ ખતમ થતી હતી. તેથી તેઓ કોઈપણ નેતાના દરખાસ્તકાર નહીં બને.


બનારસનો જાણીતો પપ્પુ ચાવાળો મોદીનો દરખાસ્તકાર બન્યો છે. આ ઉપરાંત દરખાસ્તકારોની યાદીમાં ઘણા નોમો પણ છે. જેમાં એક નાવિકનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત વણકર, હિન્દુ અને એક મુસલમાનનો પણ સમાવેશ થાય છે. બિસ્મિલ્લાહ ખાં પરિવારે મોદી માટે દરખાસ્તકાર બનવાની ના પાડતાં તેમના વિરોધીએ કહ્યું હતું કે, મોદી માટે બનારસમાં આ એક મોટો ફટકો છે.


આ પણ વાંચો :