શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 20 મે 2014 (13:36 IST)

કૃપા શબ્દે ભાવનાત્મક થયા મોદી, અડવાણીને કરી ટકોર

આજે સાડા અગિયાર વાગ્યે સંસદના સેંટલ હોલમાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. જેમ સંસદમાં પહેલી વખત પહોંચેલા અને ભાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ ભાજપ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા જે પ્રસ્તાવ ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી મુક્યો હતો. પાર્ટીના આ ઐતિહાસિક ક્ષણને આપવા બદલ અડવાણીએ નરેન્દ્ર મોદીની કૃપા ગણાવી જેને પગલે મોદી ભાવનાત્મક થયા અને અડવાણીએ ટકોર કરવાની ન ભૂલ્યા. 
 
લાલ કૃષ્ણ અડવાણીએ શુ કહ્યુ - 
 
અમુક ક્ષણ એવા હોય છે જે જીવનભર યાદ રહેતા હોય છે. આજનો પ્રસંગ તેમાનો એક છે. જેમ કે નરેન્દ્રભાઈ નીતિનભાઈએ કહ્યુ કે તેઓ સેંટ્રલ હોલમાં પહેલી વખત પ્રવેશ કર્યો છે. જેથી મોદી કહી શકે તેઓ પ્રધાનમંત્રી બન્યા પછી જ આ કક્ષમાં આવ્યા. 
 
સંસદભવન બન્યુ હતુ 1927માં તે વર્ષે મારો જન્મ થયો  1947માં દેશ આઝાદ થયો અને તે 20 વર્ષ દરમિયાન હુ વિચારતો હતો કે દેશ આઝાદ ક્યારે થશે તે વખતે હુ કરાંચીમાં હતો. હુ ભાવનાત્મક રીતે કમજોર છુ અને એટલે જ કદાચ આસૂ સરી પડે છે. અને તેવી જ રીતે આજે આંખમાં આસુ આવી ગયા. જ્યારે હુ મોદીનુ આજે સ્વાગત કર્યુ. ઐતિહાસિક પ્રસંગોમાંથી પસાર થવુ તે ભાજપ અને નરેન્દ્ર મોદીની કૃપા છે. જેનાથી આપણને તક મળી છે. આવા ઐતિહાસિક પ્રસંગથી પસાર થયા. 
 
મોદીએ શુ કહ્યુ 
 
અટલજીને યાદ કરતા કહ્યુ કે તેમના આશીર્વાદ સદાય રહ્યા છે અને હંમેશા રહેશે. સંસદમાં પહેલી વખત પહોંચેલ ભાજપના ભાવિ વડાપ્રધાને કહ્યુ કે ભાજપના પીએમ ઉમેદવાઅર તરીકે જાહેર થયા બાદ જે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો ત્યારથી લઈને 10 મે સુધી ચાલ્યો. જેના અંતિમ દિવસે પણ્હુ અધ્યક્ષ પાસે પહોંચ્યો અને સૈનિકની જેમ મારા અધ્યક્ષને મારો રિપોર્ટ આપ્યો. મને જે કામ સોંપવામાં આવ્યુ તે સારી રીતે કરવાની કોશિશ કરી છે. પણ મારો એક કાર્યક્રમ ન થયો 9 મેના રોજ એક કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો આ દરમિયાન એક કાર્યકર્તાની ભૂમિકાને જીવવાનો પ્રયાસ કર્યોહતો.  
 
મારા જીવનમાં એવા જ પ્રસંગ થાય છે. જે વખતે હુ મુખ્યમંત્રી બન્યો ત્યારે જ મુખ્યમંત્રી કાર્યાલય જોઈ. અને આ વખતે પણ એવુ જ કંઈ થયુ છે. 
 
કૃપા શબ્દે મોદી ભાવનાત્મક થયા અડવાણીને કરી ટકોર 
 
લાલ કૃષ્ણ અડવાણીને ટાંકીને નરેન્દ્ર મોદીએ કહ્યુ કે અડવાણીજીએ કહ્યુ કે નરેન્દ્ર મોદીએ કૃપા કરી છે. ભાવનાત્મક થતા પાણી પીવાની જરૂર પડી હતી. જેમા તેણે કહ્યુ કે ભારત મારી માતા છે તેમ પાર્ટી મારી માતા છે. પુત્ર બસ માત્ર સમર્પિત ભાવથી સેવા કરી શકે છે. 
 
મોદી ભાવનાત્મક થતા અનેક નેતાઓ પણ પોતાને ભાવનાત્મક થતા રોકી ન શક્યા.