57 વર્ષથી શાનની સવારી

નઇ દુનિયા|

N.D
ઓવેન હુકની વય હાલ 72 વર્ષની છે. જ્યારે તેઓ 15 વર્ષના હતા ત્યારે તેમનુ મન શાળાથી ઉબાઈ ગયુ હતુ અને તેઓ એક કરિયાણાની દુકાન પર કામ કરવા લાગ્યા. આ જ વયે તેમણે સાઈકલ ચલાવવાનો શોખ પણ લાગ્યો. તેમણે 36 મહિનાના હપ્તા પર એક સાઈકલ ખરીદી. તે દિવસથે આ સાઈકલ તેમની દિનચર્યાનો એક ભાગ બની ગઈ અને છેલ્લા 57 વર્ષોથી આ સાઈકલ તેમની પાસે જ છે. આજે પણ તેઓ દિવામાં બે વાર અડધો-અડધો મીલની યાત્રા કરે છે. હવે દાદા બની ચૂકેલા ઓવેન કહે છે કે આ સાઈકલની સાથે તેમની પાકી મૈત્રી થઈ ગઈ છે અને હવે તેને છોડવી મુશ્કેલ છે. ઓવેનની સાઈકલની ચમક-દમક આજે પણ યથાવત છે. આટલા વર્ષોમાં બસ એકવાર તેના પર રંગ કરવાની જરૂર પડી હતી. ઓવેન હવે એક શાળાના સંચાલક છે અને આજે પણ પોતાની સાઈકલ પર શાળા સુધી અવર-જવર કરે છે.


આ પણ વાંચો :