શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: બુધવાર, 22 માર્ચ 2023 (12:48 IST)

Earthuake Safty tips- ભૂકંપ આવે ત્યારે શું કરવું?

ભૂકંપ- ભૂકંપ આવતા ઘર કે શાળાથી નિકળીને સુરક્ષિત ખુલા મૈદાનમાં જાઓ. મોટી બ્લ્ડિંગ , ઝાડ વિજળીના થાંભલા વગેરેથી દૂર રહો. 
 
* બહાર જવા માટે લિફ્ટની જગ્યાએ સીઢીઓન ઉપયોગ કરો. 
 
* કહીં ફંસાયેલા હોય તો દોડવું નહી આથી ભૂકંપના વધારે અસર થઈ જાય છે. 
 
* ભૂકંપ આવતા બારી , અલમારી પંખા વગેરે ભારે સામાનથી દૂર થઈ જાઓ એન પડવાથી ઈજા થઈ શકે છે. 
 
* ટેબલ, બેડ ડેસ્ક જેવા મજબૂર ફર્નીચરના નીચે નાસી જાઓ અને તેના લેગ્સ પકડી લો જેથી એ ઝટકાથી ખસી ના જાય. 
 
* કોઈ મજબૂત વસ્તુ ન હોય તો કોઈ મજબૂત દીવારથી લાગીને અને શરીરના નાજુક ભાગ મોટી ચોપડીકે કોઈ મજબૂત વસ્તુથી કવર કરી બેસી જાઓ. 
 
* ખોલતા બંદ થતા બારણા પાસે ઉભા ન રહેવું નહી તો ઈજા થઈ શકે છે. 
 
* ગાડી કે વાહન પર છો તો એને ઉભી કરીને કોઈ ખુલા મેદાન પર ઉભા થઈ જાઓ . ફ્લાઈઓવર કે  પુલ પાસે ઉભા ન રહેવું. 
 
ભૂકંપ આવે ત્યારે શું કરવું?
1. શાંત રહેવું જોઈએ.
 
2. તમે અને તમારો પરિવાર સલામત છે કે કેમ તેની ખાતરી કરવી જોઈએ.
 
3. જેમને મદદની જરૂર હોય, તેમની મદદ કરવાના પ્રયત્ન કરવા જોઈએ.
 
4. ઇમારતોથી દૂર રહેવું જોઈએ.
 
ભૂકંપ સમયે તમે બહાર હોવ ત્યારે શું કરવું જોઈએ?
 
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, “તમે જ્યાં છો, ત્યાં જ રહો. કારણ કે ઇમારતો, વીજળી અને ફોનના થાંભલાઓ, તેલ અને ગૅસની પાઈપલાઈનથી નજીક રહેવાથી જાનહાનિ 
 
થવાનું જોખમ વધી જાય છે. જે વિસ્તારમાં ટેલિફોન અને વીજળાની થાંભલા ન હોય, કોઈ ઇમારત ન હોય, ત્યાં જતા રહેવું તમારા માટે ફાયદાકારક રહે છે.”
 
ક્યારે આવે છે ભૂકંપ ?
પૃથ્વીમાં ચાર સ્તર હોય છે. ઈનર કોર, આઉટકોર, મેંટલ અને ક્રસ્ટ. તેમા અનેક પ્લેટ્સ હોય છે. જ્યા આ પ્લેટ્સ સ્લિપ થઈ જાય છે તે ફોલ્ત લાઈન કહેવાય છે. ઘરતીની અંદર 
 
તાપમાનના દબાણ અને હલચલોને કારણે આ ફૉલ્ટ લાઈન સક્રિય થઈ જાય છે. આ પોતાના સ્થાન પરથી આગળ કે પાછળ થવા લાગે છે તો ભૂકંપ આવે છે. સૌ પહેલા 
 
ધરતીના પ્રથમ સ્તરની નીચે ભૂકંપ આવે છે. આ સ્થાનને હાઈપોસેંટર કહે છે. તેના ઉપર જ્યાથી ભૂકંપ પોતાની અસર ફેલાવવી શરૂ કરે છે. તેને ઈપીસેંટર મતલબ ભૂકંપનુ 
 
કેન્દ્ર કહે છે.  એવુ કહેવાય છે કે એપીસેંટરથી જે ઉર્જા નીકળે છે એ કોઈ પરમાણુ બોમ્બથી ઓછી નથી હોતી. આ ઘરતીના સ્તરને (જમીનને) ચીરીને ઉપરના સ્તર સુધી આવે છે. 
 
દર સેકંડે ઓછામાં ઓછા ત્રણ ભૂકંપ આવે છે 
પૃથ્વી પર દરેક સેકંડમાં ઓછામાં ઓછા ત્રણ ભૂકંપ આવે છે. પણ તેની તીવ્રતા ઓછી હોય છે. તેમાથી 98% ભૂકંપ સમુદ્રની અંદર આવે છે. આવા ભૂકંપોની સંખ્યા એક વર્ષ દરમિયાન 10 કરોડ હોઈ શકે છે.