1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: ગુરુવાર, 16 જૂન 2022 (15:32 IST)

How the rain comes- વરસાદ કેવી રીતે આવે છે

આકાશમાં વાદળથી વરસતા પાણીને વરસાદ કહીએ છે. પૃથ્વીની સપાટીથી પાણી વરાળ બનીને ઉપર ઉઠે છે. અને પરત ઠંડુ થઈ પાણીના ટીંપાના રૂપમાં નીચે પડે છે. જેને અમે વરસાદ કહી છે. 
 
1. પાણીથી ભાપ બનવી 
સૂર્યની કિરણ અમારી પૃથ્વીને ગરમ કરે છે. જેનાથી પાણીના કણ ગરમ થઈ વરાળ બનીને એક બીજાથી દૂર જવા લાગે છે. આ વરાળ આટલા હળવા હોય છે કે આ ધીમે-ધીમે આકાશની તરફ વહેવા લાગે છે. ભાપ ઉપર ઉઠવાની સાથે જ ઠંડા થવા લાગે છે કારણ કે દર 100 ફીટ પર તાપમાન આશરે 5.5 ડિગ્રી ઓછુ થવા લાગે છે. 
 
2. ભાપથી વાદળ બનવું / વાદળ કેવી રીતે બને છે
પાણીના આ નાના- નાના કણ જ્યારે આપસમાં મળે છે તેને અમે વાદળ કહીએ છે આ કણ આટલા હળવા હોય છે કે આ હવામાં સરળતાથી ઉડવા લાગે છે. તેણે ધરતી પર પડવા માટે લાખો ટીંપાને મિલાવીને એક ક્રિસ્ટલ બનાવવુ હોય છે અને બરફનો આ ક્રિસ્ટલ બનાવા માટે તેને કોઈ કઠણ વસ્તુની જરૂર હોય છે. તેના માટે ધરતીથી આવતા નાના-નાના કણ, અવકાશમાંથી આવતા સૂક્ષ્મજીવો અને માઇક્રોમીટર રાઈટસનો ઉપયોગ કરવામાં આવે છે.
 
શું તમે જાણો છો દર સમયે આકાશમાં લાખો- કરોડો ટન પાણી છે. જો આ પાણી એક સાથે ધરતી પર પડી જાય તો આખા સમુદ્ર અને જમીનને એક મીટર પાણીથી ઢાકી શકે છે. 
 
સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે
દુનિયાભરના લોકો સૌથી વધુ વરસાદનો બીજો મતલબ જ ચેરાપુંજી સમજે છે. ચેરાપુંજીમાં વધુ વરસાદનું મુખ્ય કારણ છે ત્યાની હરિયાળી. ત્યાં દર વર્ષે 11619 મીમી જેટલો વાર્ષિક વરસાદ પડે છે. આ વિસ્તાર પણ પહાડી છે. અહી જુલાઈ 1861માં 366 ઇંચ વરસાદ નોધાયો હતો. ચેરાપુંજીમાં સૌથી વધુ વરસાદ અત્યાર સુધીમાં 1 ઓગસ્ટ 1860 થી 31 જુલાઈ 1861ના એક વર્ષમાં 26461 મીમી એટલે કે 1042 ઇંચ વરસાદ નોધાયો હતો. આ વરસાદ પર થયેલા એક અહેવાલે જણાવ્યું હતું કે આ વરસાદ દુનિયામાં સૌથી વધુ વરસાદ ગણાવી શકાય. કારણ કે આટલો વરસાદ તે સમય પહેલા ક્યારેય પડ્યો ન હતો.
 
સૌથી ઓછી વરસાદ ક્યાં પડે છે
ધરતી પર સૌથી ઓછી વરસાદ વાળો વિસ્તાર પેરૂ અને ચિલ્લી છે જે અટકામા રણની અંદર છે. આ તટીય રણ 600 મીલ લાંબુ છે.