શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Updated : શનિવાર, 22 ડિસેમ્બર 2018 (15:11 IST)

વિંટર સોલસ્ટાઈસ / 22 ડિસેમ્બર, વર્ષનો સૌથી નાનો દિવસ, સૂર્ય અને ધરતી વચ્ચે અધિકતમ અંતરને કારણે ચંદ્રની રોશની મોડા સુધી રહે છે

22 ડિસેમ્બર વર્ષનો સૌથી નાનો દિવસ હોય છે. નાનો દિવસ તેથી કારણ કે ધરતી અને સૂરજ વચ્ચે આજે અધિકતમ અંતર હોય છે અને ચંદ્રની રોશની વધુ મોડા સુધી રહેછે. આ ખાસ દિવસને વિંટર સોલસ્ટાઈસ (સક્રાંતિ)કે દક્ષિણાયાન કહે છે. આ વર્ષ ખૂબ જ વિશેષ છે કારણ કે આ વખતે ડિસેમ્બરનો આખો ચંદ્રમાં (જેને કોલ્ડ મૂન કહેવાય છે )રાત્રે આકાશમાં પૂર્ણ રૂપથી દેખાશે. સોલસ્ટાઈસ એક લૈટિંન શબ્દ છે. જેનો મતલબ સૂરજનુ સ્થિર હૌવ્ થોડા વર્ષોથી આ દિવસની તારીખોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ક્યારેક આ 21 ડિસેમ્બર હોય છે  તો ક્યારેક 22. વૈજ્ઞાનિકો મુજબ આ સમય 20થી 23 ડિસેમ્બરની વચ્ચે હોય છે . તેને વિંટર સોલસ્ટાઈસ (Winter Solstice) ને ચીનમાં  ડોગજી ફેસ્ટિવલના રૂપમાં સેલિબ્રેટ કરવામાં આવે છે.  શુક્રવારે ગૂગલે પણ આ ડૂડલ બનાવ્યુ છે. ભારતમાં વિંટર સોલ્સટિસ 22 ડિસેમ્બરના રોજ સવારે 3.53 વાગ્યે થશે
 
 
જાણો આ ખાસ દિવસ વિશે 4 વાતો 
 
વર્ષમાં બે વાર ઉજવાય છે સોલસ્ટાઈસ 
 
સોલસ્ટાઈસને વર્ષમાં બે વાર ઉજવાય છે. પહેલા ગરમીમાં જોવા મળતુ હતુ જેને સમર સોલસ્ટાઈસ કહે છે. આ 20 થી 23 જૂન વચ્ચે હોય છે. આ દરમિયાન દિવસ સૌથી લાંબ અને રાત સૌથી નાની હોય છે. બીજુ વિંટર સોલસ્ટાઈસ હોય છે જેને 21 થી 23 ડિસેમ્બરની વચ્ચે જોઈ શકાય છે. 
 
તેથી ડિસેમ્બરના અંતમાં પડે છે કડકડતી ઠંડી 
 
મોટાભાગે વડીલો પાસેથી તમે સાંભળ્યુ હશે કે ડિસેમ્બર ખતમ થવાનો છે અને કડકડતી ઠંડી પડશે. તેનો સીધો સંબંધ વિંટર સોલસ્ટાઈસ એટલે કે દક્ષિણાયાન સાથે હોય છે. આ દરમિયાન સૂર્ય અને પૃથ્વી વચ્ચે વધુમાં વધુ અંતર હોવાથી કિરણો જમીન પર મોડેથી પહોચે છે.  અને તેમની તીવ્રતામાં પણ કમી આવે છે. તાપમાન ઘટવાને કારણે ઠંડે વધી જાય છે. 
 
તેથી કહેવાય છે વર્ષનો સૌથી નાનો દિવસ 
 
પૃથ્વી પોતાના અક્ષ પર સાઢા તેવીસ ડિગ્રી નમેલી હોય છે. તેથી સૂર્યનુ અંતર પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધથી વધુ થઈ જાય છે. તેનાથી સૂર્યની કિરણો પૃથ્વી પર ઓછા સમય સુધી પડે છે.  21 ડિસેમ્બરના રોજ સૂર્ય દક્ષિણાયાનથી ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે. સૂર્યની કિરણો મકર રેખાના લંબવત થાય છે અને કર્ક રેખાને ત્રાંસો સ્પર્શ કરે છે.  પરિણામ સૂર્ય જલ્દી ડૂબે છે અને રાત થઈ જાય છે. 
 
શુક્રવાર અને શનિવારની રાત દેખાશે આખો ચંદ્ર 
આ વર્ષે ડિસેમ્બર મહિનો ખાસ છે. કારણ કે શુક્રવારે અને શનિવારની રાત્રે આખો ચંદ્ર એટલે કે કોલ્ડ મૂન દેખાશે. મૂળ અમેરિકિયોમાં ડિસેમ્બરની પૂર્ણિમાને વર્ષની સૌથી ઠંડી અવધિની શરૂઆતના રૂપમાં માનવામાં આવે છે. ઉત્તરી ગોળાર્ધમાં શુક્રવારનો દિવસ શરદીનો પહેલો દિવસ માનવામાં આવે છે. આ દિવસ વર્ષની સૌથી લાંબી રાત હોય છે