1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. ગુડબાય 09
Written By વેબ દુનિયા|

સમગ્ર વિશ્વમાં સ્વાઈન ફ્લૂનો કહેર

N.D
આ વર્ષે ભારત સહિત સમગ્ર વિશ્વમાં સ્વાઈન ફ્લૂ નામની બીમારીએ પગપેસરો કર્યો. ડુક્કરમાં જોવામાં આવતા આ રોગના વાયરસ ઈંફ્લૂએંજા એ (એચ1એન1) એ મનુષ્યોને પોતાની અડફેટે લઈ લીધા.

મૈક્સિકોમાં એપ્રિલ માસમાં પ્રથમ મામલો સામે આવ્યાં બાદ આ વાયરસે અમેરિકા, કેનેડા, સ્પેન, જાપાન, ભારત સહિત 208 દેશોને પોતાની અડફેટે લઈ લીધા. વિશ્વ સ્વાસ્થય સંગઠન (ડબ્લ્યૂએચઓ) ના અનુસાર 20 ડિસેમ્બર સુધી આ બીમારીથી 10,552 લોકો (ભારતમાં 759) મૃત્યુ પામી ચૂક્યાં છે.

આ બીમારી ધીરે-ધીરે ગંભીર રૂપ ધારણ કરી રહી છે અને ડબ્લ્યૂએચઓએ તેનું બીજુ ચરણ શરૂ થવાની ચેતાવણી જાહેર કરી છે. તેની વ્યાપકતાનો અંદાજો એ વાતથી પણ લગાડી શકાય છે કે, 41 વર્ષ બાદ કોઈ બીમારીને સંગઠને મહામારી જાહેર કરી છે.

અમેરિકા અને ચીને સ્વાઈન ફ્લૂની રસી બનાવી લીધી હોવાનો દાવો કર્યો છે પરંતુ હજુ સુધી તે પુરી રીતે કારગર સાબિત થઈ શકી નથી.