શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 6 ડિસેમ્બર 2017 (12:13 IST)

ભાજપનો 150નો ટાર્ગેટ અશક્ય - પ્રફૂલ પટેલ

આગામી 9 ડિસેમ્બર ના રોજ વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. ત્યારે ભાજપ કૉંગ્રેસ સાથે NCP પણ 50 બેઠકો પરથી ચૂંટણી લડશે. જેમાં પ્રથમ તબક્કાની 29 સીટોનો સમાવેશ થાય છે. આજરોજ NCPના પ્રફુલ્લ પટેલ રાજકોટ આવી પહોંચ્યા હતા. અહીં તેમના દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રફુલ્લ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, NCP ભાજપની સામે ચૂંટણી લડશે અને આવતીકાલ સુધીમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરશે.

જેમાં મુખ્ય ખેડૂતોના પ્રશ્નો, બેરોજગારી, અને પાટીદાર સમાજને અનામત કઇ રીતે મળી શકે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે સુપ્રીમમાં વર્ષો બાદ અયોધ્યા રામ મંદિરને લઇ સુનાવણી થાય છે તે સારી વાત છે. આ પ્રશ્નનો ઉકેલ આવે તો દેશ માટે સૌથી મોટી ખુશીની વાત છે. એમ જણાવી તેમણે ભાજપની 150થી વધુ બેઠક પર જીતની વાત ને ખોટી ગણાવી હતી. 150 પ્લસ બેઠક પર ભાજપની જીત અશક્ય હોવાનું કહ્યું હતું.