શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 20 માર્ચ 2017 (17:22 IST)

મોદી લહેર પર સવાર BJP ગુજરાતમાં જલ્દી ચૂંટણી કરાવી શકે છે, મિશન 150+ નું લક્ષ્ય

યુપી અને ઉત્તરાખંડમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ રાજકીય જાણકારો અનુમાન લગાવી રહ્યાં છે કે ભાજપ ગુજરાતમાં વિધાનસભા ચુંટણી સમયથી પહેલા કરાવી શકે છે. જાણકારી અનુસાર ભાજપે ગુજરાત માટે મિશન 150નું લક્ષ્ય નક્કી કર્યુ છે. સત્તાવાર રીતે ભલે ભાજપ આવી કોઇ શક્યતાઓથી ઇન્કાર કરી રહી હોય પરંતુ પાર્ટી અને વિપક્ષના કેટલાક નેતાઓનું માનવું છે કે ગુજરાતમાં આવું શક્ય છે.

રાજ્યમાં ડિસેમ્બરમાં વિધાનસભા ચુંટણી યોજાનારી છે. પરંતુ ચર્ચા છે કે ગુજરાતમાં જુલાઇ અથવા સપ્ટેમ્બરમાં ચુંટણી યોજાઇ શકે છે. યુપી વિધાનસભા ચુંટણીના પરિણામ બાદ ગુજરાતમાં સમય પહેલાં ચુંટણી યોજાવાની શક્યતાઓ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ, પાર્ટીને પાંચ વર્ષ માટે જનાદેશ મળ્યો છે અને સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરશે. રાજ્યમાં ચુંટણી ડિસેમ્બરમાં જ યોજાશે. જો કે ભાજપના સૂત્રોનું કહેવું છે કે ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ જોતા કંઇ પણ શક્ય બની શકે છે. વર્ષ 2019ની લોકસભા ચુંટણી પહેલા પોતાના ગૃહ રાજ્યમાં ચુંટણીમાં જીત મેળવવી તે મોદી માટે મહત્વનું રહેશે. ચુંટણીને લગતા કોઇ પણ નિર્ણય પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ કરશે.
 
જલ્દી ચૂંટણી કરવા પર વિચાર શક્ય

- યુપીમાં મોદી લહેરના લિટમસ ટેસ્ટને પાસ કરાવ્યા પછી બીજેપી ગુજરાતમાં સમય પહેલા ચૂંટણી કરાવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુઅજ્રાત મોડલના દમ પર જ પહેલા પ્રધાનમંત્રી પદની ચૂંટણી જીતી હતી. બીજી બાજુ આ જ વિકાસનુ મૉડલ ઉત્તર પ્રદેશમાં ઐતિહાસિક જીતનુ કારણ બન્યુ. 
 
યૂપીમાં 325, ગુજરાતમાં 150 
 
ઉત્તર પ્રદેશમાં 403માંથી 325 સીટ જીતીને બીજેપી ગદગદ છે. એ જ કારણ છે કે ગુજરાતમાં તેમણે 150 સીટો જીતવાનુ ટારગેટ મુક્યુ છે. ગુજરાત વિધાનસભામાં કુલ 182 સીટો છે. તો બીજી બાજુ આ સમયે બીજેપી પાસે કુલ 121 સીટો છે. કોંગ્રેસ 57 સીટો સાથે બીજા નંબર પર છે. 
 
2019 માટે જરૂરી છે ગુજરાત 
 
બીજેપી ગુજરાતમાં લગભગ છેલ્લા 20 વર્ષથી સત્તામાં છે. એ જ કારણ છે કે 2019ના લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ચૂંટણી જીતવી બીજેપી માટે જરૂરી બની જાય હ્ચે. ગુજરાતની જીત કે હારનો બ્રાંડ મોદી પર સીધી અસર પડશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાનીના મુજબ આખા દેશમાં હજુ પણ મોદી લહેર કાયમ છે. જો ગુજરાતમાં જલ્દી ચૂંટણી થાય છે તો અમે અહી 150થી વધુ સીટો જીતીશુ. 
 
ગુજરાતમાં અનેક છે પડકારો 
 
જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની સત્તામાંથી નીકળીને કેન્દ્રની સત્તામાં આવ્યા છે બીજેપી માટે ગુજરાતમાં સતત મુશ્કેલીઓ વધી છે. અનામતને લઈને પાટીદારોની નારાજગી, હાર્દિક પટેલનો ઉદય, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનુ ગુજરાતમાં ઘુસવુ સહિત અનેક મોટા પડકારોનો સામનો બીજેપીને આવનારા ચૂંટણીમાં કરવો પડી શકે છે.