શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 8 એપ્રિલ 2017 (10:17 IST)

ગુજરાતની ચૂંટણી માટે NCP અને JDUનું ગઠબંધન

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય હલનચલન જોવા મળી રહી છે, ત્યારે આજે જેડીયુ અને એનસીપી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરવામાં આવી હતી. એનસીપીના નેતા પ્રફુલ પટેલ અને જેડીયુના નેતા કે.સી. ત્યાગીની સંયુક્ત પ્રેસ કોન્ફ્રન્સમાં જાહેરાત કરવામાં આવી હતી કે, જેડીયુ અને એનસીપી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સંયુક્ત રીતે ઝંપલાશે. 

એનસીપીના નેતા પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી ચૂંટણીમાં સારો વિકલ્પ મળી રહે તે માટે જેડીયુ અને એનસીપી સાથે મળીને ચૂંટણી લડશે. પ્રજાને નવા ગઢબંધનના રૂપમાં સારો વિકલ્પ મળી રહેશે. જ્યારે જેડીયુના નેતા કે.સી. ત્યાગીએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, મોદી સરકારમાં ખેડૂતોની પરિસ્થિતિ બગડી છે. દેશમાં ખેડૂતોની આત્મહત્યા વધી રહી છે. જ્યારે ગાંધીના સાચા વારસદાર એનસીપી અને જેડીયું જેવી પાર્ટી છે. કેન્દ્રમાં બીજેપીને હરાવવા એનસીપી, જેડીયુ, સીપીઆઇ અને અન્ય પાર્ટીઓ ભેગી થશે. મોદી સરકાર હટાવો નહીં, પણ સરકારની નિષ્ફળતા રજૂ કરાશે.