1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By
Last Modified: સોમવાર, 19 મે 2025 (17:01 IST)

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

Funny Anniversary Quotes For Friends In Gujarati: લગ્નની વર્ષગાંઠ લગભગ દરેક વ્યક્તિ માટે ખાસ દિવસ હોય છે. આ દિવસે કપલ્સ જૂની યાદોને તાજી કરીને આગળ વધે છે. જ્યારે કોઈ મિત્રના લગ્નની વર્ષગાંઠ હોય છે, ત્યારે કેટલાક મિત્રો પ્રેમાળ અભિનંદન સંદેશાઓ મોકલે છે, અને પછી કેટલાક મિત્રો એવા હોય છે જે રમુજી રીતે વર્ષગાંઠની શુભેચ્છા પાઠવે છે. જો તમે પણ તમારા પ્રિય મિત્રના મોઢા પર સ્માઈલ આવી જાય એવા  રમુજી રીતે લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા પાઠવવા માંગતા હોય, તો અમે તમારા માટે કેટલાક પસંદ કરેલા મેસેજીસ અને ક્વોટ્સ લાવ્યા છીએ, જે તમે મોકલી શકો છો.


1. જ્યારે તુ પરણેલો મને મારા બર્થડે પર  
HBD-HBD લખીને મોકલે છે 
તો હુ પણ તારી મેરેજ એનીવર્સરી પર 
HA-HA-HA લખીને મોકલુ છુ 
HA-HA= Happy Anniversary !
 
 
2. પતિ એ પ્રાણી છે જે 
ભૂત પ્રેત થી બેશક ન ડરે પણ 
પત્નીની 4 મિસ કૉલ  
ભય ઉભો કરવા માટે પુષ્કળ છે  
Happy Anniversary Dost !
 
3. ફૂલ જેમ સારા લાગે છે બગીચામાં 
 તેમ તમે બંને શોભો છો 
વાંદરાઓના રાજમાં .. હા હા હા  
 લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા મિત્ર  
 
 
4. કુંવારા સુસાઈડ કરવા કરતા સારુ છે  
લગ્ન કરી લો - તડપાઈ તડપાઈને મરવાની  
મજા જ કંઈક ઔર છે 
આવુ બોલનારા મારા પ્રિય મિત્રને 
Happy Anniversary Dost !
 
 
5. લગ્નેસર જીંદગી કાશ્મીર જેવી છે  
સુંદર તો છે પણ આતંક ખૂબ છે !
 લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા મિત્ર  
 
6. એક પ્રેમી ત્યા સુધી અપૂર્ણ છે  
જ્યા સુધી તે લગ્ન નથી કરી લેતો  
ત્યારબાદ તે ખતમ થઈ જાય છે  
હેપ્પી એનીવર્સરી મારા મિત્ર 
 
7. હજુ તો લગ્નનુ એક જ વર્ષ હતુ  
ખુશીના મારે તેની હાલત ખરાબ હતી 
ખુશીઓ કંઈક એવી ઉમડી પડી 
પહેલુ વર્ષ હતુ ને એટકે  
Happy Anniversary Dear Friends !
 
8. દિલ તો ઈચ્છે છે કે લગ્નની વર્ષગાંઠ  
પર તને કંઈક સરસ ભેટ મોકલુ 
પણ શુ કરુ મિત્ર, હજુ સુધી તે ઉધાર પરત આપ્યા નથી 
 લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા મિત્ર  
 
 
9. પત્નીની ગુલામી કરીને 
બીજુ એક  વર્ષ થયુ પુરૂ  
આને માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છા મિત્ર 
Happy Anniversary Dear Friends !
 
10. મિત્ર જે રીતે પાપનો ઘડો ભરાય ગયા પછી 
માણસનુ મૃત્યુ થઈ જાય છે 
એ જ રીતે ખુશીઓનો ઘડો ભરાતા 
લગ્ન થઈ જાય છે.. હા. હા. હા 
હેપી એનિવર્સરી મારા મિત્ર