બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : સોમવાર, 23 ઑક્ટોબર 2017 (16:52 IST)

Modi sold tea or not મોદીએ વડનગરમાં સ્ટેશન વગર ચા કેવી રીતે વેચી ? જાણો હકીકત

સોશિયલ મીડિયા પર એક તસ્વીરને શેયર કરતા પીએમ મોદીને સવાલ પૂછતા એ સાબિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છેકે પીએમ મોદીનો વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચવાનો દાવો ખોટો છે. વાયરલ તસ્વીરમાં સવાલ પૂછવામાં આવ્યો છે.. 'તમારો (નરેન્દ્ર મોદી) જન્મ 1950માં થયો અને વડનગરમાં 1973માં ટ્ર્રેન ચાલી.. ત્યારે તમે 23 વર્ષના હતા. 20ની વયમાં તમે ઘર છોડી દીધુ તો તમે ચા ક્યારે વેચી હતી ? આ તસ્વીર ઉપરાંત પણ સોશિયલ મીડિયા પર અનેક લોકો જુદા જુદા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. 
 
સોશિયલ મીડિયા પર વાયરલ તસ્વીર 
 
અમે આ દાવો તો નથી કરતા કે પીએમ મોદીએ વડનગર રેલવે સ્ટેશન પર ક્યારેય ચા વેચી હતી પણ આ તસ્વીરના માધ્યમથી ફેલાવવામાં આવી રહેલ ઝૂઠાણાના તથ્ય વિશે તમને જરૂર બતાવીશુ. અસલી સવાલ એ છે કે શુ 1973 પહેલા વડનગર રેલવે સ્ટેશન નહોતુ ? આ સવાલનો જવાબ જાણવા માટે અમે પડતાલ શરૂ કરી તો અમને પશ્ચિમી રેલવેની વેબસાઈટ પર પહોંચ્યા. જ્યા ભારતીય રેલવેના ઈતિહાસ નામના પીડીએફમાં અમે જોયુ કે મેહસાણાથી વડનગર વચ્ચે એક રેલવે લાઈન પણ હતી અને આ લાઈન 21 માર્ચ 1887 ના રોજ ખુલી હતી. રેલવેની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.. 
 
રેલવેના દસ્તાવેજ મુજબ વડનગરમાં રેલવેનો ઈતિહાસ 
 
આગળની પડતાલમાં અમે માહિતી મેળવીકે અંગ્રેજી શાસન દરમિયાન વેપાર માટે ગુજરાતના અનેક જીલ્લામાં રેલવે લાઈન પાથરવામાં આવી. તેમા વડનગરની રેલવે લાઈન પણ હતી. એક અન્ય સોર્સ મુજબ આ રેલવે લાઈન વડોદરા સ્ટેટ દ્વારા ગાયકવાડના રાજમાં બનાવાઈ હતી. વડોદરા કપાસના ઉત્પાદનમાં આગળ હતુ.. અને ગાયકવાડને લાગ્યુ કે અમેરિકી નાગરિક યુદ્ધને કારણે પુરવઠો મોકલવામાં અવરોધ દરમિયાન ઈગ્લેંડના બજારોમાં કપાસની આપૂર્તિ કરી શકાય છે. 
 
 
આ ઉપરાંત વડનગરના એક પ્રાચીન નગર નામના બ્લોગમાં દાવો કરવામાં આવ્યો છે કે 1893માં વડનગર સ્ટેશન પાસે એક એંગ્લો-વર્નેક્યૂલર સ્કુલ પણ ખોલવામાં આવી હતી. મતલબ સ્ટેશન પહેલાથી જ હાજર હતુ.. શોઘગંગા વિશ્વવિદ્યાલયના શોઘકર્તા દ્વારા લખવામાં આવેલ લેખોનો ઓનલાઈન સંગ્રહ છે. આ સાઈટ પર ઉપલબ્ધ એક થીસિસમાં પણ આ સ્કૂલનો ઉલ્લેખ છે. 
 
 
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા આ સવાલને પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે પણ ઉઠાવ્યો હતો. 
 
સંજીવ ભટ્ટનુ ટ્વીટ 
 
પણ અમારા પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો.. જેમા કહેવામાં આવ્યુ કે વડનગરમાં પહેલી ટ્રેન 1973માં આવી. ઐતિહાસિક તથ્યો મુજબ વડનગરમાં 1973ના ઘણા પહેલા જ રેલવે લાઈન બની ચુકી હતી અને ત્યા સ્ટેશન પણ હતુ. જો કે આ વાતનુ પ્રમાણ  મળ્યુ નથી કે મોદીએ સ્ટેશન પર ચા વેચી હતી.