1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : મંગળવાર, 24 ઑક્ટોબર 2017 (17:04 IST)

સરકારની ફરી જાહેરાત - ખેડૂતોને 18 ટકા GSTમાં માફીઃ આશા વર્કર્સને 50 ટકા પગાર વધારો

ગુજરાત સરકારે ચૂંટણીલક્ષી જાહેરાતોનો દોર આગળ વધાર્યો છે. આજે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે ખેડૂતોને 18 ટકા જીએસટીમાંથી મુકિત આપવાની તેમજ આશાવર્કર્સ બહેનોને પગારમાં 50 ટકા વધારો આપવા સહિતની કેટલીક મહત્વની જાહેરાત કરી છે. નીતિન પટેલે જાહેર કરેલ કે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાના 'પર ડ્રોપ મોર કોપ' સૂક્ષ્મ સિંચાઇ ઘટક પર તા. 1-7-2017 થી 18 ટકા ના દરે જીએસટી લાગુ કરવામાં આવેલ છે. જેના કારણે બાકી સમય માટે કરવામાં આવનાર ખર્ચ ઉપર જીએસટીની લાગતનો રૂ. 77.64 કરોડનો અંદાજીત ખર્ચનું ભારણ લાભાર્થી ખેડૂતો પર આવે તેમ છે. સૂક્ષ્મ સિંચાઇ પધ્ધતિના લાભાર્થી ખેડૂતો ઉપર જીએસટીનો વધારાનો બોજો ના પડે અને યોજનાની પ્રગતિ જળવાઇ રહે એ હેતુને ધ્યાને લઇને લાભાર્થી ખેડૂતોએ ભરવાનો થતો જીએસટી સરકારશ્રીના મંજૂર થયેલ બજેટ જોગવાઇમાંથી ભરપાઇ કરવા રાજ્ય સરકારની વિચારાધીન હતું. સરકાર દ્વારા પૂર્ણ વિચારણાના અંતે રાજ્યમાં સુક્ષ્મ સિંચાઇ યોજનાના લાભાર્થી ખેડૂતો ઉપર જીએસટીનો વધારાનો બોજો ના પડે અને યોજનાની પ્રગતિ જળવાઇ રહે તે માટે આ ખર્ચ રાજ્ય સરકારે ભોગવવાનો નિર્ણય કરેલ છે અને બાકી સમય માટે કરવામાં આવનાર ખર્ચ ઉપર જીએસટીની લાગતનો રૂ. 77.64 કરોડનો અંદાજીત ખર્ચ રાજ્ય સરકારની ચાલુ નાણાકીય વર્ષ 2017-18માટેની મંજૂર થયેલ બજેટ જોગવાઇની મર્યાદામાં ખર્ચ કરવા નિર્ણય કરેલ છે. સરકારે આ અંગે પરિપત્ર બહાર પાડી દીધો છે.
   -  ૧૮ ટકા જીએસટીમાંથી ખેડૂતોને મુકિત અપાશે
   -  ટપક સિંચાઇ કરતા ખેડૂતોને જીએસટીમાંથી માફી
   -  ટપક સિંચાઇને પ્રોત્સાહન આપવાનો નિર્ણય
   -  ૧૮ ટકા ટેકસ હવે સરકાર ભરશે
   -  ONGCના કામ માટે અપાતા ભાડામાં વધારો
   -  tet, tat પાસ કરેલા શિક્ષકોને છૂટા નહીં કરાય
   -  ૧૦થી વધુ વર્ષથી નોકરી કરતાં શિક્ષકોને માન્ય કરાશે
   -  SC, ST, OBC માટે આવક મર્યાદા વધારાઇ
   -  શહેરી વિકાસ માટે આવક મર્યાદા ૧ લાખ ૨૦ હજાર કરાઇ
   -  સહાય માટે આવક મર્યાદા વધારાઇ અગાઉ ૪૭ હજારની મર્યાદા હતી
   -  કરાર આધારિત મહિલા કર્મચારીઓની રજામાં વધારો
   -  કરાર આધારિત મહિલા કર્મચારીઓને બે પ્રસૂતિ માટે રજા મળશે
   -  એક પ્રસૂતિ માટે ૯૦ દિવસનો પગાર મળશે
   -  કરાર પૂર્ણ થયાના ૧૫ દિવસમાં ફરી નિમણૂક કરાશે
   -  કરાર આધારિત કર્મચારીઓને અકસ્માત સહાય
   -  પરિવારને બે લાખ સુધીની સહાય.