બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 28 નવેમ્બર 2017 (16:25 IST)

ગુજરાત ચુંટણી : પ્રચારની બદલાતી પધ્ધતિને લીધે ફિલ્મી અભિનેતાઓની માંગ ઘટી

હવે પ્રચાર પ્રસારની પધ્ધતિઓ બદલાઈ ગઈ છે. લોકો સુધી પહોંચવા માટે  ભીડ એકઠી કરવા માટે ફિલ્મી સિતારાઓની ડિમાન્ડ પણ ઘટી ગઈ છે. ગુજરાત વિધાનસભા ચુંટણી પ્રચાર ચરમસીમાએ છે. ભાજપ અને કોંગ્રેસ બંને મતદારોનો વિશ્વાસ જીતવા માટે તમામ શક્ય કોશિશ કરી રહ્યાં છે. બંને પાર્ટીઓની સભાઓમાં ભીડ એકઠી થઈ રહી છે. અત્યાર સુધીમાં કોઈ પણ પક્ષ દ્વારા ભીડ એકઠી કરવા માટે કોઈ ફિલ્મી સિતારાનો ઉપયોગ કરાયો નથી.

ગુજરાત ચુંટણી પ્રચારની જવાબદારી સંભાળી રહેલાં કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે ઉમેદવારે ચુંટણી પ્રચાર માટે કોઈપણ ફિલ્મ સિતારાને બોલાવાની માંગણી નથી કરી. પ્રચારમાં ફિલ્મી સિતારાઓની માંગમાં ઘટાડો ગત લોકસભાની ચુંટણી બાદ શરુ થયો છે.  ઉત્તરપ્રદેશ ચુંટણીમાં કોંગ્રેસના માત્ર એક-બે ઉમેદવારોએ જ ફિલ્મી સિતારાઓને બોલાવ્યા હતાં. પરંતુ જિન્નત અમાન, મહિમા ચૌધરી અને સુનિલ શેટ્ટી વોટ અપાવી શક્યા ન હતાં. બોલિવૂડ સિતારાઓને પ્રચારમાં નહીં બોલાવવા પાછળનું બીજું કારણ એ પણ છે કે લગભગ દરેક પાર્ટીમાં ફિલ્મી હસ્તી સામેલ થઈ ગઈ છે. કોંગ્રેસ પાસે રાજ બબ્બર, ખુશ્બુ તથા નગ્મા છે, તો બીજી તરફ ભાજપ પાસે પરેશ રાવલ, હેમા માલિની, સ્મૃતિ ઈરાની અને મનોજ તિવારી જેવા દિગ્ગજ નેતાઓ છે. પરંતુ ગુજરાત ચુંટણીમાં રાજ બબ્બર અધિક કાર્યક્રમ નક્કી કરાયો નથી તેનું કારણ યુપીમાં ચાલી રહેલી નગર નિગમની ચુંટણી છે. જ્યારે સ્મૃતિ ઈરાની અને પરેશ રાવલ ગુજરાતના જ સાંસદ છે. ભાજપ પાસે શોટગનના નામથી મશહૂર શત્રુધ્ન સિંહા છે પરંતુ હાલમાં તેઓ પ્રચારથી દૂર જ છે. યુપી વિધાનસભા ચુંટણીમાં ભાજપે શત્રુઘ્નને સ્ટાર પ્રચારકોની સૂચિમાં સામેલ કર્યા ન હતાં.