બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 4 નવેમ્બર 2017 (14:36 IST)

હાર્દિકનો દાવો - મારી નકલી સેક્સ સીડી ભાજપ પાસે છે

હાર્દિક પટેલ સતત નિવેદન આપી કહી રહ્યો છે કે ચૂંટણી જીતવા માટે ભાજપ કોઈપણ હદ સુધી જઈ શકે છે.  હાર્દિક પટેલે ત્યાં સુધી આરોપ મુક્યા કે ભાજપ ચૂંટણી સમયે જ મારા નામે ખોટી સેક્સ સીડી તૈયાર કરાવી વાયરલ કરી શકે છે. જોકે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સીડી અંગે તેમને કઈ રીતે જાણકારી મળી તો તેણે કહ્યું કે ભાજપ હંમેશા આવી ટ્રિક યુઝ કરતું આવ્યું છે.

આ અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જિતુ વાઘાણીનો સંપર્ક કરતા તેમણે આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવાની ના પાડી દીધી હતી.  હાર્દિકે આરોપ મુક્યા હતા કે  ભાજપ જીતવા માટે હુલ્લડ કરાવી શકે છે. મારી જાણમાં આવ્યું છે કે કેટલીય જગ્યાએ VVAPT સફળ રહ્યા નથી. ભાજપ પોતાની જીત માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે