સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 નવેમ્બર 2017 (13:18 IST)

જામનગર શહેરમાં ભાજપના બે કોર્પોરેટરોએ કોંગ્રેસની ટિકિટ માંગતાં હડકંપ

જામનગર શહેરમાં કોંગ્રેસની મિનિસેન્સ પ્રક્રિયામાં ભાજપના બે કોર્પોરેટરોએ હાજર રહી કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. સેન્સની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે જ વોર્ડ નં.5ના કોર્પોરેટર અને તાજેતરમાં જ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા કરશનભાઇ કરમુર પહોંચ્યા હતા અને તેમણે 78-જામનગર બેઠક માટે ટિકિટની માગ કરી પોતાનો બાયોડેટા આપ્યો હતો.

કરમુર અને સાત્વે વચ્ચે વિસેક મિનિટ ચર્ચા ચાલી હતી. કરમુરે સેન્સ આપ્યાની વાતથી કોંગ્રેસ કાર્યાલયમાં ગરમાવો પ્રવર્ત્યો હતો ત્યાં જ વોર્ડ નં.4ના ભાજપના કોર્પોરેટર કેશુભાઇ માડમ પણ કોંગ્રેસ કાર્યાલયે આવતાં ચર્ચાનું વાવાઝોડું ફરી વળ્યું હતું. કેશુભાઇ માડમે પણ 78-જામનગર વિધાનસભાની બેઠક પર કોંગ્રેસમાંથી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સેન્સ બાદ મીડિયા સાથેની વાતચીતમાં માડમે કહ્યું હતું કે, કોંગ્રેસ ટિકિટ આપશે તો પોતે ચોક્કસપણે ચૂંટણી લડશે. કેશુભાઇ માડમે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની જાહેરમાં ઇચ્છા વ્યક્ત કરતાં ભાજપમાં પણ સોપો પડી ગયો હતો.