રાજકોટમાં અનોખો વિરોધ, 'વિકાસનું મૃત્યુ, ભાજપના દીકરાની

guj congress
Last Modified શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2017 (13:00 IST)

ગુજરાતમા હવે દ્વારા ભાજપનો વિરોધ એક અનોખા અંદાજમાં કરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસના એક કાર્યકરના જણાવ્યા પ્રમાણે હાલમાં સોશિયલ મિડીયામાં વિકાસ ગાંડો થયો છેની રમૂજ ચાલી રહી છે. જેને લઈને હવે પોતાના બચાવમાં ઉતરી ગયો છે. હવે કોંગ્રેસ દ્વારા વધુ આવા જલદ કાર્યક્રમો આપવાનું ચાલું કર્યું છે. વિકાસ ગાંડો થયો છે તે વિષય ઉપર હવે આમ નાગરિકો પોતે જોક બનાવી વાયરલ કરી રહ્યા છે
.
જેમાં વધુ એક કાર્યક્રમનો ઉમેરો થયો છે. હવે વિકાસના બેસણા થશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ વિકાસના બેસણાના કાર્યક્રમ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં રાખવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની કલ્ચર કમિટીના પ્રમુખ દિનેશ પટેલે
જણાવ્યું હતું કે રવિવારના રોજ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં વિકાસનું બેસણું રાખવામાં આવ્યું છે. રસ્તા ઉપર ખાડા, ગંદકીના ઢગલા અને વકરતા સ્વાઈન ફલુમાં વિકાસનું મૃત્યુ થઈ ગયું છે જેના કારણે વિકાસનું બેસણું રાખવામાં આવ્યું છે. આમ હવે વિકાસ ગાંડો થયો છેની જેમ વિકાસનું બેસણું રાજ્ય વ્પાપી કાર્યક્રમ બની જાય તો નવાઈ નહીં. ગુજરાત સરકારે રાજ્યમાં શરૂ કરેલી નર્મદા યાત્રાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટના વોર્ડ નંબર 15માં કોંગ્રેસના કાર્યકર્તાઓએ નાટ્યાત્મક વિરોધ કર્યો હતો. કોંગી કાર્યકર્તાઓએ વિકાસનું મૃત્યુ અને ભાજપના દીકરાનું મૃત્યુના બેનરો સાથે નનામી કાઢી હતી. વોર્ડ નંબર 15માં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નર્મદા યાત્રાનો વિરોધ કરવામાં આવ્યો હતો, વિરોધ દરમિયાન કોંગી કાર્યકર્તાઓએ એક નનામી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા, આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓએ છાજીયા લઇ નાટ્યાત્મક વિરોધ કર્યો હતો. તો કેટલાક કાર્યકર્તાઓએ વિકાસનું મૃત્યુ અને ભાજપના દીકરાનું મૃત્યુના બેનર સાથે રાખી વિરોધ નોંધાવ્યો હતો.


આ પણ વાંચો :