બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 31 ઑગસ્ટ 2017 (18:02 IST)

ખાદી પર લગાવવામાં આવેલા 5થી12 ટકા જીએસટીનો રાજકોટમા વિરોધ કરાયો

ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલા જીએસટી બાદ અનેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જેને લઈને આજે રાજકોટમાં ખાદી પર લાગેલા 5થી 12 ટકા જીએસટીનો વિરોધ કરવામાં આવ્યો. જીએસટીના વિરોધમાં  રાજકોટમાં પાંચ જેટલી સંસ્થાઓ દ્વારા જયુબેલી ચોકથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી હતી. આ રેલીમાં જીએસટી હટાવો, ખાડી બચાવોના નારા લાગ્યા હતા.રાજકોટ ખાતે ગ્રામોદ્યોગ મંત્રી વલ્લભભાઈએ કહ્યું હતું કે સરકારને ગાંધીની ખાદી પરથી જીએસટી હટાવવા માટે માગણી કરવામાં આવી હતી, આ સાથે જ કલેકટર મારફત સરકારને રજૂઆત કરવામાં આવી હતી. ખાદીની ચીજવસ્તુ પર GST નાબૂદ કરવાની માગ સાથે રાજકોટ કલેકટરને આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી હતી. આ આવેદનપત્ર સૌરાષ્ટ્ર રચનાત્મક કમિટીએ આપ્યું હતું.