મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 29 ઑગસ્ટ 2017 (13:53 IST)

FB સીઈઓ ઝુકરબર્ગના ઘરે આવી બીજી નાનકડી પરી, નામ છે અગસ્ત

ફેસબુકના સીઈઓ અને સહ સંસ્થાપક માર્ક જુકરબર્ગની પત્ની પ્રિસિલા ચાન સાથે પોતાની બીજી પુત્રી અગસ્તના જન્મની જાહેરાત ફેસબુક પોસ્ટ દ્વારા કરી છે. તેમણે અગસ્તની તેની મોટી બહેન મૈક્સ જુકરબર્ગ સાથે ફોટો શેયર કરતા એક પર પણ શેયર કર્યો છે જે બાળપણ પર કેન્દ્રિત છે. 
 
અગસ્તને લખેલ પત્રમાં ઝુકરબર્ગે લખ્યુ છે - હુ અને તારી મૉમ બંને ખૂબ ઉત્સાહિત છે. જ્યારે તારી બહેનનો જન્મ થયો હતો ત્યારે પણ અમે દુનિયા વિશે પત્રમાં લખ્યુ હતુ. હવે તારો જન્મ થયો છે તુ એક એવી દુનિયામાં રહીશ જ્યા તને સારુ શિક્ષણ મળશે. બીમારીઓ ઓછી હશે. મજબૂત સમુહ અને સારી સમનતાઓ રહેશે. 
 
માર્ક આગળ લખે છે કે તમે જે પેઢીમાં જન્મ લીધો છે ત્યા સાયંસ અને ટેકનોલોજી સતત પ્રગતિ પર છે.  એવામાં તુ અમારથી વધુ સારી જીંદગી જીવીશ અને આવુ થવામાં અમારી જવાબદારી પણ મહત્વપૂર્ણ છે. મને જાણ છે કે ચર્ચા મોટાભાગે વસ્તુઓ પર જ કેન્દ્રીય હોય છે પણ મને વિશ્વાસ છેકે પોઝીટિવ ટ્રેંડને જીત મળશે.  અમે તારી પેઢી અને ભવિષ્યને લઈને આશાવાદી છીએ. 
 
અંતમાં ઝુકરબર્ગે લખ્યુ છે કે બાળપણ ખૂબ જાદુ ભર્યુ હોય છે તો તુ ભવિષ્યની ચિંતા ન કરીશ બાળપણ ફક્ત એક જ વાર મળે છે. તારા ભવિષ્યની ચિંતા કરવા માટે અમે છીએ અને તુ અને તારી પેઢી માટે આ દુનિયાને સારી બનાવવા માટે અમે પૂરી કોશિશ કરીશુ.  અગસ્ત વી લવ યૂ સો મચ. અમે આ યાત્રામાં તારી સાથે ચાલવા ખૂબ જ ઉત્સાહિત છીએ.  તને એક ખુશીભર્યુ જીવન મળે.. લવ .. મોમ એંડ ડેડ.. 
 
ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં જ્યારે મૈક્સનો જન્મ થયો હતો ત્યારે જુકરબર્ગે ફેસબુક પોસ્ટમાં લખ્યુ હતુ કે તે અને પ્રિસિલા પોતાની કંપનીના 99 ટકા શેયર ચેરિટીમાં આપશે. જેની કિમંત 45 અરબ ડૉલર હતી. જેથી પોતાની પુત્રી અને બીજા બાળક માટે આ દુનિયામાં રહેવા માટે સારુ સ્થાન બનાવી શકે.