બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (13:51 IST)

રિઝર્વ બેંક આવતીકાલે રજુ કરશે 200 રૂપિયાની નોટ

200 રૂપિયાના નોટ બજારમાં લાવવા માટે સરકારે પૂરી તૈયારી કરી લીધી છે. રિઝર્વ બેંક દ્વારા આવતીકાલે 200 રૂપિયાની નોટ રજુ કરવામાં આવશે. જી હા આવતીકાલથી તમારા ખિસ્સામાં 200 રૂપિયાની નવી નોટ હશે. નાણાકીય મંત્રાલયે આ માટે ગઈકાલે નોટિફિકેશન રજુ કરી દીધુ હતુ. પહેલા સમાચાર હતા કે નોટ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયે જ રજુ થશે પણ હવે આરબીઆઈ દ્વારા આ નોટ આવતીકાલે જ રજુ કરી દેવામાં આવશે. 
 
100 અને 500ની વચ્ચે નથી કોઈ કરેંસી નોટ 
 
આરબીઆઈ ના અધિકારી જણાવ્યુ કે 100 અને 500 રૂપિયાની નોટ વચ્ચે કોઈ નોટ નથી. આ કારણે લોકો આ નવા કરેંસી નોટનો વધુ પ્રયોગ કરી શકે છે.  નાના ખર્ચામાં આ નોટ વધુ પ્રયોગ થવાની આશા છે. 
 
કાળાબજારી રોકવા માટે લાવવામાં આવશે નવી નોટ 
 
નોટબંધી પછી અનેક એવા મામલા સામે આવ્યા છે જેમા 2000ના નોટનુ ગેરકાયદેસર રીતે બ્લેકમેઈલિંગ થયુ. આરબીઆઈની કોશિશ છે કે કોઈ પણ રીતે નકલી નોટ પર રોક લગાવી શકાય.  200ના નોટના બે ફાયદા થશે. પ્રથમ કૈશ લેવડ-દેવડમાં સરળતા રહેશે અને બીજુ તેનાથી કુલ કરેંસીમાં નાની નોટની સંખ્યા વધી જશે. 
 
લેવડ-દેવડમાં રહેશે સરળતા 
 
ઉલ્લેખનીય છે કે નોટબંધી પહેલા 500ની 1717 કરોડ નોટ હતા અને 1000ના 686 કરોડ નોટ હતા.  સ્ટેટ બેંક ઓફ ઈંડિયાના શોધ મુજબ નોટબંધી પછી મોટા નોટોના શેયરમાં 70 ટકાની કમી આવી છે. આરબીઆઈનુ કહેવુ છે કે લોકો માટે લેવડ-દેવડને સહેલાઈથી કરવાનો હેતુ આ નોટોને રજુ કરવામાં આવી રહ્યુ છે.