સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2017 (17:09 IST)

અમદાવાદ રિઝર્વ બેંક બહાર કોંગ્રેસના ઉગ્ર દેખાવો, સુશિલકુમાર સહિત 50થી વધુની અટકાયત

આજે શહેરમાં શાહપુર અદ્વૈત આશ્રમથી નીકળેલી કૉંગ્રેસની રેલી ‘RBI તાળાબંધી’ ઉગ્ર બનતાં પોલીસ દ્વારા કૉંગ્રેસના 50થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. કાર્યકર્તાઓએ શાહપુરથી ઇન્કમટેક્સ જતો રસ્તો બંધ કરી દીધો અને બંધ કરવામાં આવતાં અનેક વાહનચાલકો અટવાઇ ગયા હતા અને ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. નોટબંધી નિર્ણયને 68 દિવસ જેટલો સમય વીતી જવા છતાં સામાન્ય પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે ગુજરાત કૉંગ્રેસ દ્વારા આરબીઆઈ તાળાબંધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ ફાડી નાંખવામાં આવ્યા હતા. રેલી ઉગ્ર બનતાં પોલીસે કડક વલણ અપનાવ્યું હતું અને પિક અવર્સ દરમિયાન શાહપુરથી ઇન્કમટેક્ષનો રસ્તો બંધ કરવામાં આવતાં અનેક વાહનચાલકો અટવાઇ ગયા હતા અને ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ હતી.

નોટબંધીના નિર્ણયને 68 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં લોકોની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા 'RBI તાળાબંધી' રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. શાહપુરથી શરૂ થયેલી આ રેલીમાં પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી સુશીલકુમાર શિંદે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી તથા શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓ જોડાયા છે. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે, ત્યાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

શાહપુરથી શરૂ થયેલી રેલીમાં પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી, તથા શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓ જોડાયા હતા ને તમામની અટકાયત કરાઈ છે. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.