શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 18 માર્ચ 2017 (10:31 IST)

ટૂંક સમયમાં જ આવશે રૂ 10ની પ્લાસ્ટિકના નોટ

સરકારે ભારતી રિઝર્વ બેંક ને 10 રૂપિયાના પ્લાસ્ટિકના નોટને ફીલ્ડ ટ્રાયલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે જે વધુ સમય સુધી ચાલશે. નાણાકીય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવારે લોકસભામાં એક લેખિત ઉત્તરમાં કહ્યુ કે દેશમાં સરકારે પાંચ સ્થાન પર પ્લાસ્ટિકના બેંક નોટ્સની ફીલ્ડ ટ્રાયલ કરવાનો નિર્ણય કર્યો છે. 
 
તેમણે જણાવ્યુ કે પ્લાસ્ટિક સબ્સટ્રૈટ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે અને રિઝર્વ બેંકને 10 રૂપિયાના પ્લાસ્ટિકના નોટ છાપવાની  મંજૂરી આપવાના સંદર્ભમાં બતાવાયુ છે. તેમને એ પણ બતાવ્યુ કે કૉટન સબ્સટ્રેટ બેંક નોટ્સના સામે પ્લાસ્ટિક નોટ્સની જીવન અવધિ વધુ હોય છે. દુનિયાભરના કેન્દ્રીય બેંક વીતેલા અનેક વર્ષોથી બેંક નોટ્સનુ જીવનચક્ર વધારવા માટે પ્લાસ્ટિક  નોટ્સ જેવા વિવિધ વિકલ્પોની શોધ કરી રહ્યા છે. 
 
ભારતીય રિઝર્વ બેંક ફીલ્ડ ટ્રાયલ પછી પ્લાસ્ટિક કરેંસી નોટને દેશભરમાં લોંચ કરશે. સરકારે સૌ પહેલા ફેબ્રુઆરી 2014માં 10 રૂપિયાના મૂલ્યના પ્લાસ્ટિકના નોટને ફિલ્ડ ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી હતી  ટ્રાયલ માટે ભૌગોલિક અને જળવાયુ વિવિધતાના આધાર પર પાંચ શહેરોની પસંદગી કરવામાં આવી હતી.  ફીલ્ડ ટ્રાયલ માટે પસંદગી કરેલ શહેલ કોચ્ચિ, મૈસૂર, જયપુર, શિમલા અને ભુવનેશ્વર હતા. 
 
અર્જુન રામ મેઘવાલે જણાવ્યુ કે પ્લાસ્ટિક નોટની સરેરાશ આયુ પાંચ વર્ષ છે અને તેની નકલ કરવુ મુશ્કેલ છે. સાથે જ એ પણ કહ્યુ કે પ્લાસ્ટિકથી તૈયાર નોટ પેપર નોટની મુકાબલે વધુ સ્વચ્છ હોય છે. તમને ઉલ્લેખનીય છે કે નકલી મુદ્રાને રોકવા માટે આ પ્રકારના નોટ સૌથી પહેલા ઓસ્ટ્રેલિયામાં લોંચ કરવામાં આવ્યા હતા.